ગુજરાત

gujarat

ETV Bharat / state

અરજદારોને બેસાડી રાખતી પોલીસે ભગવાનને પણ 5 મિનિટ રાહ જોવડાવી ! - Rathyatra

ગાંધીનગરઃ ગાંધીનગર શહેરમાં રથયાત્રા પરંપરાગત રૂટ ઉપર આગળ નીકળી રહી હતી, ત્યારે ભગવાનનો રથ 'છ' રોડ ઉપર પસાર થઈ રહ્યો હતો. દર વર્ષે પોલીસ ભવનના અધિકારીઓ દ્વારા ભગવાનનું સ્વાગત અને પૂજા-અર્ચના કરવામાં આવે છે. ચાલુ વર્ષે પણ પોલીસ ભવનના અધિકારીઓ દ્વારા ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

Gandhinagar

By

Published : Jul 4, 2019, 8:02 PM IST

પરંતુ પોલીસની અરજદારોને બેસાડી રાખવાની આદત મુજબ નગરચર્યાએ નીકળેલા ભગવાનને પણ પાંચ મિનિટ રાહ જોવડાવી હતી. રથ સમય મુજબ પહોંચી ગયો હતો, પરંતુ પોલીસના અધિકારીઓ પાંચ મિનિટ બાદ રથનું સ્વાગત કરવા પહોંચ્યા હતા.પાટનગરના રાજમાર્ગો ઉપર નીકળતી ભગવાન જગન્નાથની રથયાત્રા સેક્ટર 8 માંથી પસાર થઈને છ રોડ ઉપર આગળ પ્રયાણ કરી રહી હતી.

પોલીસ અધિકારી

પોલીસ ભવનના દરવાજાની સામે ભગવાન જગન્નાથનો રથ પહોંચી ગયો હતો. પરંતુ પોલીસ ભવનના અધિકારીઓ પહોંચ્યા ન હતા. ત્યારે પાંચ મિનિટ સુધી ભગવાનની રાહ જોવી પડી હતી. ત્યારબાદ પોલીસ ભવન પોલીસ અધિકારી કે કે ઓઝા, કોમર તથા રાવ દ્વારા સ્વાગત કરાયું હતુ. અરજદારો અને આરોપીઓને રાહ જોવડાવી પોલીસે ભગવાનને પણ આજે રાહ જોવડાવી છે, તેવી ભક્તોમાં ચર્ચા સાંભળવા મળતી હતી.

ABOUT THE AUTHOR

...view details