ગુજરાત

gujarat

ETV Bharat / state

જગન રેડ્ડીએ આશા વર્કરનો પગાર 3 હજારથી સીધો 10 હજાર કર્યો, પણ ગુજરાતમાં... - Jagan Reddy

અમરાવતીઃ લોકસભાની ચૂંટણી બાદ સૌ કોઇ નેતાઓએ પોતાની કામગીરીના શ્રીગણેશ કર્યા છે, ત્યારે આંધ્રપદેશના નવા મુખ્યપ્રધાન YS જગનમોહન રેડ્ડી પણ કાર્યભાર સંભાળતાની સાથે જ એક્શનમાં આવ્યા છે. YSR સરકારે રાજ્યના હિતમાં ખૂબ જ અગત્યનો નિર્ણય લીધો છે.

જગન મોહન રેડ્ડી

By

Published : Jun 5, 2019, 9:34 AM IST

આ સરકારે મહિલાઓના વિકાસમાં નિર્ણય લીધો છે. જગનમોહન રેડ્ડીએ આરોગ્ય શાખામાં કામ કરતી આશા વર્કર્સના પગારમાં વધારો કર્યો છે અને આ વધારો કોઇ મામુલી વધારો નથી. જગનમોહને આશા બહેનોના 3000ના પગારમાં વધારો કરીને સીધો 10 હજાર કર્યો છે. જેનાથી આશા બહેનોમાં ખુશીનો માહોલ છે.

મહત્વનું છે કે, જગનમોહન રેડ્ડી પોતાની સક્રિય કાર્યશીલતા અને નાનામાં નાના લોકોના અવાજને પણ વાંચા આપી છે. જેથી જ તે આંધ્રપ્રદેશના લોકપ્રિય નેતામાંના એક બન્યાં છે અને એટલા માટે જ મુખ્યપ્રધાન પદે પહોંચ્યા છે.

YS જગનમોહન રેડ્ડીના આ નિર્ણયથી ગુજરાત સરકારે પણ સલાહ લેવાની જરૂર છે. કારણ કે, હાલ આપણા ગુજરાતમાં સૌથી વધુ આશા વર્કર બહેનો કામ કરી રહી છે. જે ગામે ગામે ફરી લોકોના આરોગ્યની સંભાળ લે છે, પરંતુ આશા વર્કર બહેનોની વાત કરીએ તો આ બહેનો પોતાના પગાર મુદ્દે પરેશાન છે. ક્યારેક અપુરતા પગારથી તો ક્યારેક પેન્શનથી. ત્યારે જોવું એ રહ્યું કે, આપણી સરકાર ક્યારે જાગે છે અને આપણી આશા બહેનોને ન્યાય ક્યારે મળે છે.

ABOUT THE AUTHOR

...view details