અધિવેશન કોઈ રાજકીય કે, સામાજિક નથી. છતાં સમયસર નહીં શરૂ કરી અતિશય વિલંબ કરાયો છે. તે ચલાવીના લેવાય નહીં. શિસ્તમાં રહી શીખવાડીશું તો ભાવિ પેઢીને પ્રેરણા મળશે. બાળકોને પબજીથી પુસ્તક તરફ વાળવા સાથે જાતીય સતામણી રોકવા જાગૃતિ જરૂરી છે. કોઈ પ્રસ્તાવ અથવા ઠરાવ વિના કામ પણ કરવું જોઈએ. ડ્રોપ આઉટ માટે શિક્ષકોને બાળકોનાં ઘરે જવાનું કહી તેમણે સામાજિક સમરસ્તા માટે મંથન અને ચિંતા કરવા જણાવ્યું હતું. CCTVના કારણે બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ અટકાવવામાં સફાળતા મળતા સમાજ અને તેજસ્વી વિદ્યાર્થીઓને ફાયદો થયો છે. રાજ્યમાં કથળી રહેલી શિક્ષણના સ્તરને સુધારવાની જરૂરિયાત હોવાની પણ કેન્દ્રમાં રજૂઆત કરી છે.
પરીક્ષા અને ઉત્તરવહી ચકાસણી માટે ગંભીરતા લો અને સુપરવિઝનની ના નહીં ચાલે. 93 માર્કની જગ્યાએ ઉલ્ટા 39 માર ખાય તે બાબત યોગ્ય નથી. ઉત્તરવાહી ચકાસણીમાં એકપણ ભૂલ થવીના જોઈએ. એકમ કસોટીના કારણે બાળક ધોરણ 8માં આવે ત્યારે લખતાં વાંચતા આવડવું જોઈએ. શિક્ષકોએ શિક્ષણનું સ્તર અને નંબર કથળ્યો હોવાની ચર્ચા કરવાના બદલે મારી શાળા ક્યાં છે. તેની સમીક્ષા કરવી જોઈએ. ગુજરાતનો વિદ્યાર્થી ગુજરાતીમાં નાપાસ થાય તેની અસર શિક્ષકોને થવી જોઇએ.