ગાંધીનગરઃ ગાંધીનગર જિલ્લામાં એક સમય માટે કોરોના વાઈરસ પ્રસરતો અટકી ગયો હતો. પરંતુ અમદાવાદના કારણે ગાંધીનગર જિલ્લો ફરીથી કોરોના વાયરસની ઝપટમા ચડી ગયો છે. ફરીથી શહેરમાં ઘાતક બની રહેલા કોરોના વાઈરસને અટકાવવા માટે મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા શહેરમાં માસ્ક ફરજિયાત બનાવવામાં આવ્યું હતુ. હવે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સમગ્ર ગાંધીનગર જિલ્લામાં માસ્ક ફરજિયાત કરવામાં આવ્યુ છે. જેમાં પ્રથમ વખત 500 રૂપિયા દંડ નક્કી કરાયો છે.
ગાંધીનગર શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસનો આંકડો 79 ઉપર પહોંચ્યો છે. આજે પણ ગાંધીનગરમાં બે કેસ સામે આવ્યા છે. જેમાં સેક્ટરથી સર્વોદય નગરમાં રહેતા 48 વર્ષીય પુરુષ જે અમદાવાદમાં આવેલા સરકારી ગોડાઉનમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે, તેઓ કોરોના સંક્રમિત થયા છે. બીજા કેસમાં કોટેશ્વરમાં રહેતી 30 વર્ષીય મહિલા જે એસએમએસ હોસ્પિટલમાં એનેસ્થેટિક તરીકે નોકરી કરે છે તે પણ સંક્રમિત થઈ છે. જેને લઈને જિલ્લાનું તંત્ર એકાએક જાગી ઉઠ્યું છે.