ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat IPS Officer: સરકારે 7 IPS અધિકારીઓને કરી દીધા ખુશ, પે સ્કેલમાં કર્યો વધારો

રાજ્યના ગૃહ વિભાગે 7 આઈપીએસ અધિકારીઓના પે સ્કેલમાં વધારો કરી તેમને (IPS Officer pay scale increased by Home Department) ખુશ કરી દીધા છે. આ સાથે જ સરકારે કેટલાક IPS અધિકારીના રેન્કમાં પણ ફેરફાર કર્યો (Gujarat IPS Officer Promotion) છે.

Gujarat IPS Officer: સરકારે 7 IPS અધિકારીઓને કરી દીધા ખુશ, પે સ્કેલમાં કર્યો વધારો
Gujarat IPS Officer: સરકારે 7 IPS અધિકારીઓને કરી દીધા ખુશ, પે સ્કેલમાં કર્યો વધારો

By

Published : Jan 11, 2023, 3:30 PM IST

Updated : Jan 11, 2023, 4:09 PM IST

ગાંધીનગરગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી IPS અધિકારીઓના પે સ્કેલ પર ચર્ચાઓ (IPS Officer pay scale increased by Home Department) અને બેઠક કરવામાં આવી રહી હતી. ત્યારે આજે રાજ્ય સરકારના ગૃહ વિભાગે (Home Department Gujarat) સત્તાવાર રીતે 7 જેટલા IPS અધિકારીઓના પે સ્કેલમાં વધારો કર્યો છે. ગૃહ વિભાગે 7 જેટલા SP કક્ષાના અને 2 IGP કક્ષાના અધિકારીઓનો પે સ્કેલ વધારી (Gujarat IPS Officer Promotion) દીધો છે.

આ SP કક્ષાના અધિકારીઓનો પે સ્કેલ વધ્યોજયપાલસિંહ રાઠોડ, ડૉ. લીના પાટીલ, શ્વેતા શ્રીમાળી, નિર્લિપ્ત રાય, દિપકકુમાર મેઘાણી, મહેન્દ્ર બગરિયા, સુનિલ જોષી.

7 અધિકારીઓને કેટલો મળશે પે સ્કેલરાજ્ય સરકારના વિભાગ (Home Department Gujarat) દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ 7 IPS અધિકારી કે, જેઓ વર્ષ 2010ની બેચના છે, તેમના પે સ્કેલમાં વધારો કરવામાં આવ્યો છે. આ તમામ (Gujarat IPS Officer) અધિકારીઓને હવે 1,23,100થી 2,15,900 સુધીનો માસિક પગાર (IPS Officer pay scale increased by Home Department) પ્રાપ્ત થશે.

આ પણ વાંચોવિદેશમાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરવામાં ગુજરાતીઓ અવ્વલ, હવે એજન્ટો પર બાજ નજર

આ 2 અધિકારીઓને ADGP અને IGP રેન્ક આપવામાં આવ્યોરાજ્યના ગૃહ વિભાગ (Home Department Gujarat) દ્વારા વર્ષ 1998ની બેચના IPS અધિકારી પીયૂષ પટેલ કે, જેઓ અત્યારે સુરત રેન્જમાં આઈ.જી. તરીકેની ફરજ બજાવે છે. તેમને પણ પ્રમોટ કરીને એડિશનલ ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ સ્કેલ આપવામાં (Gujarat IPS Officer Promotion) આવ્યો છે, જેથી તેમને ગ્રેડ પેમાં વધારો થઈને હવે 1,82,200થી 2,24,100 સુધી માસિક પગાર (IPS Officer pay scale increased by Home Department) પ્રાપ્ત થશે.

આ પણ વાંચો

સુરતના IPS અધિકારીને IGP ગ્રેડ અપાયો બીજા અધિકારીની વાત કરીએ તો, સુરત ક્રાઈમમાં કમિશનર તરીકે ફરજ બજાવતા પ્રેમવીર સિંહને IGP ગ્રેડ આપવામાં આવ્યો છે. એટલે નોટિફિકેશન પ્રમાણે 1,44,200થી 2,18,200 સુધીનો માસિક પગાર (IPS Officer pay scale increased by Home Department) પ્રાપ્ત થશે.

વ્યાજખોરો સામે પોલીસની કાર્યવાહી આપને જણાવી દઈએ કે, હાલમાં જ રાજ્ય સરકારે સમગ્ર રાજ્યમાં વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવાનો પોલીસને સ્પષ્ટ આદેશ આપી દીધો છે. ત્યારે સમગ્ર રાજ્યમાં પોલીસ લોક દરબાર યોજી લોકોને વ્યાજખોરો સામે અવાજ ઉઠાવવા અને તેમની સામે ફરિયાદ નોંધાવવા અપીલ કરી છે. આ સાથે જ વ્યાજખોરો તેમને હેરાન ન કરે તે માટે પોલીસને સાથ આપવા વિનંતી કરી છે. ત્યારે સમગ્ર રાજ્યમાં સફળતાપૂર્વક આ ડ્રાઈવ ચાલી રહી છે.

Last Updated : Jan 11, 2023, 4:09 PM IST

ABOUT THE AUTHOR

...view details