ગાંધીનગરઃનવીન વીજ ટ્રાન્સમિશન લાઇનો (Innovative power transmission line)અને ટ્રાન્સમિશન ટાવર (Power transmission tower)ઊભા કરવા માટે અસરગ્રસ્ત ખેડૂતો અને જમીનધારકોને નુકશાની પેટે અપાતા વળતર અંગેનવી નીતિ જાહેર કરવામાં આવીછે. ઊર્જા પ્રધાન કનુભાઈ દેસાઈએ (Energy Minister Kanubhai Desai)જણાવ્યું છે કે,મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના શ્(Chief Minister Bhupendra Patel)માર્ગદર્શન હેઠળ રાજ્યના ખેડૂતો અને જમીન ધારકોની માંગણીને ધ્યાને લઇને નવીનવીજ ટ્રાન્સમિશન લાઇનોઅને ટ્રાન્સમિશન ટાવર ઊભા કરવા અંગે જમીન, પાક, ફળાઉ ઝાડને થતા નુકશાન અંગે અગાઉ નિયત થયેલ વળતરમાં વધારો આપવાનો આ મહત્વનો નિર્ણય તા.30/12/2021ના ઠરાવથી કર્યો છે.
ખેડૂતોને નુકસાન પેટા વળતરમાં વધારો
ઊર્જા પ્રધાને ઉમેર્યુ કે, ROW Corridor(Right of Way Corridor)ટ્રાન્સમિશન લાઇનના રેષાઓની પહોળાઇના કારણે જમીનના ઉપયોગ બદલ વળતર પેટે જમીનના મૂલ્યના 7.5 ટકા બદલે બમણુ એટલે કે, 15 ટકા લેખે ખેડૂતોને ચૂકવણી કરવમાં આવશે. તથા ખેડૂતોના ફળાવ ઝાડ તથા અન્ય ઝાડના નુકશાન પેટે વળતર ચૂકવતી વખતે વળતરના મૂલ્યાંકન માટે મહેસૂલ વિભાગ દ્વારા જાહેર કરેલ તા.12-01-2021 ના પરિપત્ર તેમજ ત્યાર બાદ સમય-સમયે સુધારેલ પરિપત્ર પ્રમાણે નક્કી કરેલા દરો લાગુ પડશે. જેથી ખેડૂતોને નુકશાનના પ્રમાણમાં વળતર મળી રહેશે.