ગાંધીનગર: રાજ્યના ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષ આજે બેઠકમાં આયોજન કરવામાં( Gujarat Cabinet meeting)આવ્યું હતું. કેબિને બેઠકમાં મહત્વના મુદ્દાની વાત કરવામાં આવે તો રાજ્યના પ્રધાન જીતુ વાઘણીએ જણાવ્યું હતું કે લઠ્ઠાકાંડ (Botad Latthakand) બાબતે પણ ખાસ ચર્ચા કરવામાં આવી છે. પોલીસ વિભાગ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે તે બાબતેનો રિપોર્ટ પણ કેબિનેટ બેઠકમાં રજૂ થયો છે.
વન મહોત્સવની શરૂઆત -આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે (PM Modi visit gujarat)આવી રહ્યા છે ત્યારે આ બાબતે પણ ખાસ ચર્ચા કરવામાં આવી છે, જ્યારે ગુજરાતના અમદાવાદ અને બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડનો રિપોર્ટ કમિટી ત્રણ દિવસની અંદર રજૂ કરશે તે બાબત કેબિને બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી, જ્યારે 12 ઓગસ્ટથી ગુજરાતમાં વન મહોત્સવની શરૂઆત (Van Mahotsav 2022)કરાશે જે અંતર્ગત ગુજરાતમાં 25 લાખથી વધુ વૃક્ષારોપણ કરાવશે જ્યારે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ સુરેન્દ્રનગર ખાતે યોજાય છે.
પીએમ મોદી ગુજરાત પ્રવાસ -જીતુ વાઘણીએ કેબિનેટમાં વધુમાં જણાવ્યું હતું કે હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. તે બાબતની પણ ચર્ચા કરવામાં આવી છે 28 જુલાઈએ સવારે 10:30 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવશે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાબર ડેરી ખાતે 305 કરોડના ખર્ચે નવ નિર્મિત પાવડર પ્લાન્ટનું રોકાણ કરશે. ત્યારબાદ દેશના પ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસ સેન્ટર ઓથોરિટીના મુખ્ય ભવનનો પણ શિલાની આસ કરશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અને ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહ તથા કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સિતારમણ પણ હાજર રહેશે.
આ પણ વાંચોઃGujarat Cabinet meeting: 27 જુલાઈના રોજ કેબિનેટ બેઠકમાંં આ મુદ્દાઓ પર ભાર મુકવામાં આવશે
વેક્સીન ઝડપી થશે -સરકાર દ્વારા તમામ નાગરિકોને રોજ મફત આપવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યમાં ઘણા લોકોના પ્રિકોસન હજુ પણ બાકી છે ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા 28 થી 30 જુલાઈ દરમિયાન ખાસ ઝુંબેશ યોજવામાં આવશે. જે અંતર્ગત આંગણવાડી વર્કર અને આરોગ્ય કર્મચારીઓ દ્વારા અને હેલ્થ વર્કરેશન લાભાર્થીઓને વેક્સિનેશન ઝડપી કરવામાં આવશે. આ ઉપરાંત વિવિધ વિભાગો સાથે સંકલન કરીને જે તે વિભાગની કચેરીમાં પણ રસીકરણની કામગીરી તાત્કાલિક ધોરણે ગોઠવવામાં આવશે અને જ્યારે 30 સપ્ટેમ્બર સુધી રાજ્યના તમામ જિલ્લા કોર્પોરેશનમાં અંદાજિત ચાર કરોડ લાભાર્થીઓને ડોઝનો પણ લાભ આપવામાં આવશે. આ કામગીરી માટે અંદાજિત દૈનિક 6000 વેક્સિનેશન કેન્દ્ર પર 12000થી વધુ કર્મચારીઓ રસીકરણ.
આ પણ વાંચોઃInternational Forest Day: "નમો વડ વન", રાજ્યમાં 33 જિલ્લામાં 75 સ્થળોએ વડ વન ઉભાં કરાશે
મેઘ મલ્હાર પર્વની ઉજવણી -રાજ્ય સરકાર દ્વારા ચોમાસાની સિઝનમાં સાપુતારા ખાતે એક મહિનાની ખાસ ઉજવણી કરવામાં આવે છે. આજની કેબિનેટ બેઠકમાં સાપુતારાના મેગમાં હાર પર્વની ઉજવણી બાબતની પણ ચર્ચા અને આયોજન કરવામાં આવ્યું હતું. આ બાબતે રાજ્યના પ્રવધાન જીતુ વાઘણીયા જણાવ્યું હતું કે સાપુતારા ખાતે મોનસુન ફેસ્ટિવલ 30 જુલાઈ 2022ના રોજ હાર પર્વના નામે શરૂ કરવામાં આવશે જેમાં મ્યુઝીકલ ફાઉન્ટેન એમપી થિયેટર એડવેન્ચર પાર્ક ડેવલપમેન્ટ અને પ્લોટીંગ જેવી અનેક સુવિધાઓ રાખવામાં આવશે સવારે 9:00 કલાકે સાપુતારા ખાતે મોનસુન ફેસ્ટિવલનું પ્રારંભ કરવામાં આવશે.
નારી વંદન ઉત્સવ ઉજવણી થશે -જીતુ વાઘણીઓ રાજ્યમાં આગામી 1 થી 7 ઓગસ્ટ દરમિયાન નારી વંદન ઉત્સવની (Nari Vandan Utsav 2022)પણ જાહેરાત કરી હતી. વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા મહિલાઓના સશક્તિકરણ માટે અનેક પ્રયાસો હાથ કરવામાં આવી રહ્યા છે ત્યારે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નારી વંદન ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ 1 થી 7 ઓગસ્ટ દરમિયાન રાજ્યભરમાં નારી વંદન ઉત્સવની ઉજવણી કરાવશે જેમાં એક ઓગસ્ટથી સાત અકસ્ સુધી મહિલાઓને લગતા અનેક અલગ અલગ કાર્યક્રમો યોજવામાં આવશે. જેમાં બેટી બચાવો બેટી પઢાઓ બેસ્ટ ફીટીંગ સપ્તાહ, સાયબર ગુના અને મહિલા લક્ષી કાયદાની જાગૃતતા મહિલાઓને રોજગારીનું સર્જન, પંચાયતીરાજ સામાજિક ક્ષેત્રે સંવાદ, ખેતીવાડી ક્ષેત્રે અને પશુપાલન ક્ષેત્રે આગવું પ્રદાન આપનાર મહિલાઓનો સન્માન પણ કરવામાં આવશે.