- ભારતીય કિસાન સંઘ કરશે આંદોલન
- નવા કાયદાઓને લઈને કરશે આંદોલન
- નવા કાયદાઓમાં સુધારો કરવા સરકાર સાથે કરશે મંથન
- સરકાર કાયદામાં સુધારો કરે તેવી માગ
- વેપારીઓનું સરકારી પોર્ટલ પર રજિસ્ટ્રેશન ફરજિયાત
ગાંધીનગરઃ કિસાન સંઘ દ્વારા કેન્દ્ર સરકારને કાયદો સુધારવા બાબતે રજૂઆત કરતાં જણાવ્યું હતું કે જે વેપારીઓ ખેડૂતો પાસેથી માલની ખરીદી કરે, પાકની ખરીદી કરે તે વેપારીઓએે ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું પડે તેવી વ્યવસ્થા કેન્દ્ર સરકારે ઉભી કરવી પડશે. પહેલા એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં માલ વેચી શકાતો ન હતો. પરંતુ હવે નવા કાયદા પ્રમાણે સમગ્ર દેશમાં પાકનું વેચાણ થઈ શકે ત્યારે ખેડૂતોની રક્ષા માટે વેપારીઓનું સરકારી પોર્ટલ પર રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવે. આમ આવા જ રજિસ્ટર થયેલા વેપારીઓને ખેડૂત માલનું વેચાણ કરી શકે.
એમએસપી હેઠળ ખરીદી
કેન્દ્ર સરકારે રજૂ કરેલા બિલ અંગે ભારતીય કિસાન સંઘે જણાવ્યું હતું કે એમએસપી હેઠળ જ ખરીદી છે તેમ જ પીલરની ખરીદી ચાલુ રહેવી જોઈએ. એપીએમસી માર્કેટ અને માર્કેટની બહાર પણ એમએસપી હેઠળની ખરીદી યથાવત રાખવી જોઈએ.