ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાની હત્યાના ષડયંત્ર બાદ કમલમની સુરક્ષામાં વધારો - bjp gujarat

ગુજરાત ATS અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે 19 ઓગસ્ટે અમદાવાદમાં આવેલી વિનસ હોટલમાં બાતમીના આધારે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. જે દરમિયાન મુંબઈથી આવેલા શાર્પશૂટરે ગુજરાત ATS અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર ફાયરિંગ કર્યું હતું. તપાસમાં સામે આવ્યું હતું કે, તે શૂટર ભાજપ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાની હત્યા કરવા માટે આવ્યો હતો. જેને ગુજરાત ATS અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઝડપી પાડ્યો હતો.

security
security

By

Published : Aug 24, 2020, 10:17 PM IST

ગાંધીનગર: ગુજરાત ATS અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ અમદવાદની વિનસ હોટલમાંથી શાર્પશૂટરને ઝડપી પાડ્યો હતો. આ શૂટર ઉપરાંત વધુ ચાર આરોપીને ગુજરાત એટીએસની ટીમે ઝડપી પાડયા હતા. જેમાંથી ત્રણને મહારાષ્ટ્ર અને એકને કર્ણાટકથી ઝડપી પાડવામાં આવ્યા હતા. જ્યારે હજુ પણ અન્ય આરોપીઓની શોધખોળ યથાવત છે.

ભાજપ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાની હત્યાના ષડયંત્ર બાદ કમલમની સુરક્ષામાં વધારો

સૂત્રોના જણાવ્યાનુંસાર આ શૂટર છોટા શકીલ ગેંગના છે અને આ ષડયંત્રમાં અનેક મોટા માથા બહાર આવી શકે છે. ગોરધન ઝડફિયાની હત્યા કરવા આવનારના એક સાગરિતે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમની રેકી પણ કરી હતી. જ્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ઉપરાંત અન્ય પ્રધાનો પણ ત્યાં ઉપસ્થિત હતા.

ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાની હત્યાના ષડયંત્ર બાદ કમલમની સુરક્ષામાં વધારો

કમલમમાં રાજ્ય સરકારના પ્રધાનોની બેઠક થતી રહે છે. ત્યારે કમલમનો સુરક્ષા બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે. હવે કમલમમાં ત્રણ ગેટમાં દરેક ગેટ પર હથિયારધારી બે પોલીસકર્મીઓ તૈનાત રહેશે. કુલ ત્રણ શિફ્ટમાં પોલીસકર્મીઓ કામ કરશે, એટલે કે, કુલ અઢાર પોલીસ કર્મીઓ કમલમ ખાતે ઉપસ્થિત રહેશે.

ભાજપ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાને અત્યારે Y- કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. જેને વધારીને Z કક્ષાની સુરક્ષા આપવામાં આવી શકે છે. અત્યારે તો વધારાના ત્રણ પોલીસકર્મીઓ ગોરધન ઝડફિયાના ઘરે સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા છે.

ભાજપ નેતા ગોરધન ઝડફિયાએ આ વિશે બોલતા જણાવ્યું હતું કે, અગાઉ પણ તેમને પોતાની રેકી થઈ હોય તેવુ લાગ્યું હતું, પરંતુ ગુજરાત એટીએસ અને પોલીસ ટીમની સતર્કતા બદલ તેમની પ્રશંસા કરી હતી.

ABOUT THE AUTHOR

...view details