ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાતના જાહેર દેવામાં અધધ... વધારો

સમગ્ર દેશમાં ગુજરાત રાજ્યને મોડેલ રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ આજે બજેટ સત્રના બીજા દિવસે વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરીમાં ગુજરાતનું જાહેર દેવું સામે આવ્યું હતું. જેમાં છેલ્લા બે વર્ષથી ગુજરાતના જાહેર દેવામાં સતત વધારો થતો હોય તેવું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે, ત્યારે જો પ્રશ્નોતરીની વાત કરવામાં આવે તો ગુજરાત સરકારે જ લેખિતમાં જણાવ્યું હતું કે વર્ષ 2018-19માં કુલ 2,40,652 કરોડ નું દેવું છે. `

ગુજરાતના જાહેર દેવામાં અધધ... વધારો
ગુજરાતના જાહેર દેવામાં અધધ... વધારો

By

Published : Feb 27, 2020, 12:47 PM IST

Updated : Feb 27, 2020, 1:52 PM IST

ગાંધીનગર : રાજ્ય સરકારે વિધાનસભાગૃહમાં દરમિયાન લેખિતમાં જણાવ્યું હતું કે 31 ડીસેમ્બર 2019ની સ્થિતિએ ગુજરાત રાજ્યનું જાહેર દેવુ 2,40,652 કરોડ રૂપિયા છે, જ્યારે છેલ્લા બે વર્ષથી ગુજરાતના દેવામાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા બે વર્ષમાં જાહેર દેવાની રકમ વધારાની વાત કરવામાં આવે તો વર્ષ 2017-18માં 13,253 કરોડ અને વર્ષ 2018-19માં 28,061 કરોડનું જાહેર દેવામાં વધારો થયો છે. જ્યારે છેલ્લા બે વર્ષમાં જાહેર દેવા પેટે વ્યાજ અને મુજબની રકમ પણ કરોડોમાં ચૂકવવામાં આવી છે. જેમાં વર્ષ 2017-18માં વ્યાજમાં 17,146 કરોડ અને મુદ્દલમાં 13,700 કરોડની ચુકવણી કરવામાં આવી હતી. જ્યારે વર્ષ 2018-19માં 18,124 રૂપિયા વ્યાજ અને 15,440 કરોડ રૂપિયા મુદ્દલ ચુકવવમાં આવી છે.

ગુજરાતના જાહેર દેવામાં અધધ... વધારો

વિધાનસભા ગૃહમાં સરકારે જાહેર દેવું કોની પાસેથી અને કેટલા ટકાના વ્યાજદરે લીધેલા છે. તે અંગેની પણ માહિતી બહાર પાડી હતી. જેમાં રાજ્ય સરકારે નાણાકીય સંસ્થાઓ પાસેથી 14,691 કરોડ, 4.75%થી 8.75%ના દરે 7થી 15 વર્ષની મુદ્દત માટે લૉન લીધી હતી. જ્યારે બજારમાંથી 1,79,353 કરોડ 6.68%થી 9.75%ના દરે 5થી 15 વર્ષના સમયગાળા માટે N.S.S.F પાસેથી 39,385 કરોડ, 9.50%થી 10.50% લેખે 10થી 25 વર્ષ માટે અને કેન્દ્ર સરકાર પાસેથી 7223 કરોડ, 0થી 13%ના દરે 2થી 38 વર્ષ માટે રકમ લેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા બે વર્ષમાં કેન્દ્ર સરકાર તરફથી કેન્દ્રીય કરવેરા ની વસુલેલ રકમ પૈકી રાજ્ય સરકાર ને વર્ષ 2017-18માં 23,817.86 કરોડ અને વર્ષ 2018-19માં રૂપિયા 27,553.38 કરોડ ની રકમ મળવાપાત્ર છે. જેમાં કેન્દ્ર સરકારે વર્ષ 2017-18માં ફક્ત 20,782.29 કરોડ અને વર્ષ 2018-19માં 23,489.32 કરોડ ની જ રકમ આપી છે. જ્યારે હજુ પણ કેન્દ્ર સરકાર પાસેથી કેન્દ્રીય કરવેરાનું રકમ રાજ્ય સરકારને મળવાપાત્ર બાકી હોવાનું પણ પ્રશ્નોત્તરીમાં સામે આવ્યું છે.

Last Updated : Feb 27, 2020, 1:52 PM IST

ABOUT THE AUTHOR

...view details