- મુખ્યપ્રધાન રૂપાણી( CM Rupani )એ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમનું ઉદ્ઘાટન કર્યું
- વિદ્યાર્થીઓ અને શિક્ષકોના વ્યક્તિગત પ્રોફાઈલ સેન્ટર પર રહેશે
- શિક્ષક અને વિદ્યાર્થીઓની ઓનલાઇન હાજરી લેવાશે
ગાંધીનગર :શિક્ષણ વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ( Command and Control Center )નું ગુરુવારના રોજ મુખ્યપ્રધાન રૂપાણી ( CM Rupani )ના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. રાજ્યની 54 હજાર જેટલી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના 3 લાખ કરતા વધારે શિક્ષકો અને 1 કરોડથી વધુ વિદ્યાર્થીઓ માટે એક જ સેન્ટર પરથી તમામ માહિતી પ્રાપ્ત થાય તે માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ( Command and Control Center ) તૈયાર કરવામાં આવ્યું છે. આ માહિતીના આધારે રાજ્યના શિક્ષણ વિભાગ આવનારા દિવસોમાં નવી પોલિસી અથવા તો નવા પ્રોજેક્ટનું અમલીકરણ પણ કરાવી શકશે.
ગ્રામ્ય વિસ્તારોમાં સૌથી વધુ ડ્રોપ આઉટ રેશિયો જોવા મળી રહ્યો
રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં સૌથી વધુ ડ્રોપ આઉટ રેશિયો જોવા મળી રહ્યો છે, ત્યારે રાજ્યમાં ડ્રોપ આઉટ રેશિયો ઓછો થાય અને વિદ્યાર્થીઓ શાળાનો અભ્યાસ શા માટે છોડી શકે અને કેમ છોડે છે ? તેનું તાત્કાલિક નિવારણ થાય તે માટે ગાંધીનગર ખાતે બનાવેલા કમાન્ડ કંટ્રોલ સેન્ટર ( Command and Control Center )ની ટેકનોલોજી મહત્વનો ભાગ ભજવશે. જ્યારે રિયલ મોનિટરિંગ કરીને ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવાની તૈયારી પણ રાજ્ય સરકારે દાખવી છે.
આ પણ વાંચો : રાજકોટ ખાનગી શાળા દાદાગીરી, 2500 રૂપિયા ફી બાકી હોવાને લીધે નોટિસ ફટકારી
સરકારી શાળાઓમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓની ઓનલાઇન હાજરી ફરજિયાત
રાજ્ય સરકાર દ્વારા સરકારી શાળાઓમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓની ઓનલાઇન હાજરી ફરજિયાત કરવામાં આવી છે, ત્યારે કોઈ પણ શિક્ષકે વિદ્યાર્થી દ્વારા ગેરરીતિ ન થાય તે માટે ઓનલાઇન હાજરીનું સ્ટેટસ પણ રિયલ ટાઇમ પ્રમાણે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે નિહાળી શકાશે. જેથી શિક્ષકોની કામગીરી પ્રત્યે લગાવ અને વિદ્યાર્થીઓને અભ્યાસ પ્રત્યે લગાવ વધે અને આવનારા દિવસોમાં શિક્ષણનું સ્તર સુધરે તે માટેની વ્યવસ્થા પણ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ( Command and Control Center )માં કરવામાં આવી છે.
શિક્ષણનું સ્તર સુધારવા માટે ગાંધીનગરથી સીધા પગલાં ભરાશે
વર્ષ દરમિયાન અમુક સમયગાળામાં ચોક્કસ પ્રમાણમાં અભ્યાસક્રમ પૂર્ણ કરવાનો હોય છે. ત્યારે કેટલા મહિનામાં કેટલો અને કયા વિષયનો કેટલો અભ્યાસક્રમ પૂર્ણ કરવામાં આવ્યો છે. તેની માહિતી પણ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર ( Command and Control Center )માં જોવા મળશે. આ સાથે જ કયા જિલ્લામાં કયા વિષયમાં વિદ્યાર્થીઓ નબળા છે અને જે તે જિલ્લામાં શિક્ષણનું સ્તર સુધારવા માટે ગાંધીનગરથી સીધા પગલાં ભરવામાં આવશે. આમ, રાજ્યમાં શિક્ષણના સ્તરને વધુ મજબૂત કરવા માટે આસેન્ટર મહત્વનું સાબિત થશે.
આ પણ વાંચો : શાળા અને કોલેજમાં શૈક્ષણિક સત્ર વિદ્યાર્થીઓની અનુપસ્થિતિમાં ઓનલાઇન શિક્ષણનો પ્રારંભ