ગુજરાત

gujarat

ETV Bharat / state

ગાંધીનગરઃ વાસણા સોગઠીમાં ભાજપના જિલ્લા પંચાયતના સદસ્યને લગ્નેતર સંબંધ ભારે પડ્યો? ધારિયાથી હુમલો - દહેગામ ધારાસભ્ય

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના વાસણા સોગઠી ગામના ગાંધીનગર જિલ્લા પંચાયતના ભાજપના સભ્યએ લગ્નેત્તર સંબંધ રાખ્યો હતો. જેને લઇને ગામના જ એક ઈસમે ધારિયાથી જીવલેણ હુમલો કરતાં ચકચાર મચી ગઈ છે.

અમરસંગ પુંજસંગ સોલંકી
અમરસંગ પુંજસંગ સોલંકી

By

Published : Jul 17, 2020, 7:16 AM IST

Updated : Jul 17, 2020, 12:14 PM IST

ગાંધીનગરઃ રાજ્યમાં ગુનાખોરી પણ અનલોક થઈ રહી હોય તેમ ચોરી અને દારૂની હેરાફેરી ઉપરાંત જીવલેણ હુમલાના બનાવો પણ બની રહ્યા છે. દહેગામ તાલુકાના વાસણા સોગઠી ગામના ગાંધીનગર જિલ્લા પંચાયતના ભાજપના સભ્યએ લગ્નેત્તર સંબંધ રાખ્યો હતો. જેને લઇને ગામના જ ઈસમે ધારિયાથી જીવલેણ હુમલો કરતાં ચકચાર મચી ગઈ છે. જ્યારે આ બાબતે પોલીસ સમગ્ર મામલાને ઢાંકવાનો પ્રયાસ કરી રહી છે.

મળતી માહિતી મુજબ, ગુરૂવારે બપોરે ચારના અરસામાં જિલ્લા સભ્ય અમરસંગ પુંજસંગ સોલંકી પર ગામના જ વિજયસિંહ રામાજી ઠાકોરે ધારિયા વડે હુમલો કર્યો હતો. બરડામાં ધારિયાના ઘા વાગતા ઈજાગ્રસ્ત અમરસંગને દહેગામના સરકારી દવાખાને લઈ જવાયા હતા. જ્યાંથી તેમને ગાંધીનગર સિવિલ રિફર કરાયા હતા. આ હુમલા માટે પોલીસ સૂત્રોએ ખેતરમાં રસ્તાની માથાકૂટ જવાબદાર હોવાનો દાવો કર્યો છે. જોકે સ્થાનિકોના જણાવ્યા મુજબ મતે આડા સંબંધોના કારણે આ વિખવાદ સર્જાયો હતો.

ભાજપના સદસ્ય દહેગામ ધારાસભ્યનો અંગત

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, જિલ્લા પંચાયતના ભાજપના સદસ્ય પર ધારિયાથી હુમલો કરવામાં આવ્યો છે. ગામના સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સદસ્ય દહેગામ ધારાસભ્યનો અંગત માણસ હોવાના કારણે આ સમગ્ર બાબતને ઢાંકી દેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ બનાવને લઇને ધારાસભ્ય સહિત ભાજપના આગેવાનો મામલો થાળે પાડવા પહોંચ્યા હતા.

લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ પહોંચ્યા છતા પોલીસનો ઢાંકપિછોડાનો પ્રયાસ

જિલ્લા પંચાયતના ભાજપના સદસ્ય પર હુમલા બાદ સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે અને રાજકીય અગ્રણીઓએ દોડાદોડ શરૂ કરી દીધી છે. આ મામલે અનેક તર્કો વહેતા થયા છે. ત્યારે પોલીસે પણ ફરિયાદ નોંધવાના બદલે જાણવાજોગ નોંધ કરી છે. વાસણા સોગઠી ગામના બીટ જમાદાર રમેશગીરીને આ અંગે પૂછતાં તેમને આવો કોઈ બનાવ બન્યો હોવાનું નકાર્યું હતું. રાજકીય રીતે સમાધાનના પ્રયાસો ચાલી રહ્યા હોવાની શક્યતાઓ વચ્ચે પોલીસ દ્વારા ઢાંકપિછોડાનો પ્રયાસ શંકાસ્પદ થયો હતો.

Last Updated : Jul 17, 2020, 12:14 PM IST

ABOUT THE AUTHOR

...view details