બે વર્ષમાં જંતુનાશક દવાના સૌથી વધુ નમૂના રાજકોટમાં બિનપ્રમાણિત થયા - pesticide
ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા જંતુનાશક દવા અંગે કૃષિપ્રધાનને સવાલ પૂછવામાં આવ્યો હતો. જેમાં સરકાર દ્વારા પ્રત્યુત્તર આપતા જણાવવામાં આવ્યું કે જંતુનાશક દવાઓમાં નમૂનાઓ પૈકી બે વર્ષમાં રાજ્યમાંથી 283 જંતુનાશક દવાના નમૂના બિનપ્રમાણિત સાબિત થયાં હતાં.
બે વર્ષમાં જંતુનાશક દવાના સૌથી વધુ નમૂના રાજકોટમાં બિનપ્રમાણિત થયાં
ગાંધીનગરઃ રાજ્યમાં ખેડૂતોને પાક બચાવવા જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતર બનાવટી અને નકલી મળતુ હોવાથી ખેડૂતોને પાક બચાવવા અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગુજરાત વિધાનસભામાં થયેલી કાર્યવાહી દરમિયાન જાણવા મળ્યું હતું કે જંતુનાશક દવાઓમાં નમૂનાઓ પૈકી બે વર્ષમાં રાજ્યમાંથી 283 જંતુનાશક દવાના નમૂના બિનપ્રમાણિત સાબિત થયાં હતાં.