ગાંધીનગરઃ કોરોના વાયરસનો કેસ પોઝિટિવ આવ્યો હોય તે વિસ્તારને કોર્ડન કરવામાં આવતો હોય છે. ત્યારે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં આવેલા જાલીયાનામઠ ગામના પીએચસી સેન્ટરમાં ફરજ બજાવતા એક કર્મચારી જે અમદાવાદમાં રહે છે. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા ગામના કેટલાક વિસ્તારને કોરેન્ટાઇન કરવામાં આવ્યો છે. જેને લઇને ગ્રામજનો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. ગઈકાલ મોડી રાત્રે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ નહીં મળતા કોરેન્ટાઈન કરવામાં આવેલા વિસ્તારના નાગરિકો ઘરની બહાર નીકળી ગયા હતા.
જાલીયાનામઠ ગામમાં કૉરૅન્ટાઈન વિસ્તારમાં લોકોએ કર્યો હોબાળો - corona latest news today
દહેગામ તાલુકાના જાલીયામઠ ગામના પીએચસી સેન્ટરમાં ફરજ બજાવતા કર્મચારી પોઝિટિવ આવ્યા બાદ કેટલાક વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો છે. તેવા સમયે નાગરિકોને જરૂરી સુવિધાઓ નહીં મળતા આખરે તેમનો રોષ ભભૂકી ઉઠયો હતો. જેને લઇને ગ્રામજનોએ હોબાળો કર્યો હતો.
જાલીયાનામઠ ગામમાં કોરોન્ટાઇન વિસ્તારમાં લોકોએ કર્યો હોબાળો
ગ્રામજનોએ કહ્યું કે, અમારા વિસ્તારમાં એક પણ કેસ આવ્યો નથી. જે આવ્યો છે તે અમદાવાદના નાગરિક છે. પરંતુ અમને હેરાન કરવામાં આવી રહ્યા છે, સુવિધાઓ મળતી નથી. પશુઓને ચારો લેવા માટે પણ જવા દેવામાં આવતા નથી. અમારી મુશ્કેલીઓનો પાર રહ્યો નથી. તેવા સમયે અમને સુવિધાઓ પૂરી પાડવામાં આવે તો અથવા તો આ વિસ્તારમાંથી બહાર કાઢવામાં આવે. તેને લઈને ગત મોડીરાત્રે એકઠા થયેલા લોકોએ સરપંચ પર આક્ષેપો કર્યા હતા.