- રાજ્ય સરકારે વિધાનસભાગૃહમાં બાળકોના મૃત્યુના આંકડા બહાર પાડ્યાં
- છેલ્લા 2 વર્ષમાં 32,885 બાળકોના મોત નીપજ્યા
- વર્ષ 2019માં દૈનિક 48 અને વર્ષ 2020માં 42 જેટલા બાળકોના મોત
- વર્ષ 2020માં સૌથી વધુ બાળમૃત્યુ 1290 બનાસકાંઠામાં નોંધાયા
ગાંધીનગર : કોંગ્રેસ પક્ષે આ બાબતે વિધાનસભાગૃહમાં પૂછેલ પ્રશ્નોની સંકલિત માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્યમાં વર્ષ 2020માં 1432 બાળકોના અપમૃત્યુના બનાવો નોંધાયા છે. એટલે કે વર્ષ 2020માં દૈનિક 42 જેટલા બાળકોના મૃત્યુ થયાં છે. જ્યારે વર્ષ 2019 માં 17453 બાળકોના મૃત્યુ નોંધાયું હતું. જ્યારે સરકાર પર આક્ષેપ કર્યા હતાં કે રાજ્ય સરકાર દાવા કરે છે કે અન્ય રાજ્યના બાળકો મોટી સંખ્યામાં સારવાર લેતા આવતાં લેવા હોવાથી આ મૃત્યુના દર વધુ છે, પરંતુ બે વર્ષમાં અન્ય રાજ્યોના ફક્ત 231 બાળકોના મૃત્યુ નોંધાયેલા છે.