ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat Assembly 2022: મહિલાઓને આત્મરક્ષા માટે બંદૂકના લાયસન્સ આપો : ગેની ઠાકોર - Women Police in Gujarat

રોજગારીને લઈને યુવાનો હંમેશા ટળવળતા હોય છે. અને અંતે યુવાનો મન ફાવે અજમાવી લે છે. તેને લઈને વિધાનસભા ગૃહમાં (Gujarat Assembly 2022) વાવના ધારાસભ્યે દારૂ, બેરોજગારી, પોલીસ હપ્તાઓને લઈને ભાર મૂક્યો હતો.

Gujarat Assembly 2022: મહિલાઓને આત્મરક્ષા માટે બંદૂકના લાયસન્સ આપો : ગેની ઠાકોર
Gujarat Assembly 2022: મહિલાઓને આત્મરક્ષા માટે બંદૂકના લાયસન્સ આપો : ગેની ઠાકોર

By

Published : Mar 17, 2022, 7:43 AM IST

ગાંધીનગર :રાજ્યમાં દારુ, બેરોજગારી અને મહિલા સુરક્ષાને લઈને હંમેશા પ્રશ્ન બનતો રહ્યો છે. ત્યારે ફરી એક વખત વિપક્ષ દ્વારા આ વિધાનસભા ગૃહમાં (Gujarat Assembly 2022) આ મુદા પર ભાર મૂકવામાં આવ્યો હતો. જે બનાસકાંઠાના વાવના ધારાસભ્ય ગેની ઠાકોરે જણાવ્યું હતું કે, વિધાનસભા ગૃહમાં ગૃહ વિભાગને (Gujarat Assembly 2022 Update) માંગણી ઉપર મેં જણાવ્યું હતું. કે કાયદો અને વ્યવસ્થા સ્થિતિ બેફામ બની ગઈ છે. દારૂનો ધંધો વિકસી રહ્યો છે. પોલીસ હપ્તા લઇ કાર્યવાહી કરતા નથી.

વાવના ધારાસભ્યે વિધાનસભા ગૃહમાં રાજ્યની કેટલીક અસામાજિક વસ્તુઓને લઈને વાત કરી હતી

આ પણ વાંચો:Gujarat Assembly 2022: વિધાનસભામાં કોંગ્રેસે કોળી ઠાકોર સમાજ માટે અનામતની માંગ કરતા રાજકારણ ગરમાયું

મહિલા પોલીસમાં સ્ટાફ નહીં -મહિલા સુરક્ષા પર બોલતા ગેની ઠાકોરે (Ganny Thakor in Gujarat Assembly) જણાવ્યું હતું કે, ગૃહ પ્રધાન પાસે માંગણી કરી છે કે મહિલાઓને સુરક્ષાની વાત કરવામાં આવતી હોય ત્યારે સમાજના અસામાજિક માણસો દ્વારા નાની-મોટી લોભામણી વાતો કરી મહિલાઓને તેમની સાથે લગ્નગ્રંથિથી જોડાઈ જતા હોય છે. અને કુટુંબની દીકરીના આ પગલાંથી પરિવાર પણ દ્વિધામાં પડી જાય છે. વધુમાં ગેની ઠાકોરે જણાવ્યું હતું કે, મહિલાઓના રક્ષણ માટે ઉભા કરવામાં આવેલા મહિલા પોલીસ સ્ટેશનમાં (Women Police in Gujarat) અપૂરતો સ્ટાફ નથી. હવે મહિલાઓની સુરક્ષા થઈ શકશે નહીં. પરંતુ તેમને બંદૂકનો પરવાનગી આપવામાં આવવો જોઇએ.

આ પણ વાંચો:Gujarat Assembly 2022: ખેડૂતોના પાણી અને વીજળી પ્રશ્ને કોંગ્રેસનો વિધાનસભામાં વિરોધ, સૂત્રોચ્ચાર સાથે વોક આઉટ

100 માંથી 10 મહિલાઓ જ પોલીસ ફરિયાદ કરે છે -ગેની ઠાકોરે જણાવ્યું હતું કે, પોલીસને દંડ ઉઘરાવવાનો ટાર્ગેટ અપાયો છે. તેની જગ્યાએ મહિલા સુરક્ષાનો (Women Safety Laws) ટાર્ગેટ આપવો જોઈએ. યુવાઓ પાસે રોજગાર નથી. તેથી તેઓ ડ્રગ્સના રવાડે ચડે છે. તેમજ મહિલાઓ તેમના ગુનાનો ભોગ બને છે. 100 માંથી 90 મહિલાઓ ઈજ્જત જવાના ડરે પોલીસ ફરિયાદ લખાવતી નથી.

ABOUT THE AUTHOR

...view details