ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરત અગ્નિકાંડ બાદ ગાંધીનગરમાં યોજાઈ ઉચ્ચઅધિકારીઓની બેઠક - Gujarati nwes

ગાંધીનગરઃ સુરતમાં થયેલી દુર્ઘટનામાં 22 જેટલાં બાળકોએ જીવ ગુમાવ્યો છે. જેના કારણે લોકો તંત્રની બેદરકારી પર પ્રશ્નો ઉઠાવી રહ્યાં છે. માટે ઉચ્ચઅધિકારીઓએ પોતાની નિર્દોષતા સાબિત કરવા ગાંધીનગરની કલેક્ટર ઓફિસમાં બેઠક બોલાવી હતી. જેમાં તેમણે ફાયર સેફ્ટી સહિતની વાતો પર ચર્ચા કરી હતી.

સુરતની દૂર્ઘટના બાદ ગાંધીનગરમાં ઉચ્ચઅધિકારીઓ દ્વારા બેઠક યોજાઇ

By

Published : May 25, 2019, 6:43 PM IST

સુરતમાં થયેલા અકસ્માતથી વહીવટીતંત્ર દોડતું થયું છે. કારણ કે, આ અકસ્માતમાં તંત્ર બેદરકારી સીધી આંખે ઉડીને વળગે છે. જેથી સ્થાનિકો આ દૂર્ઘટના માટે તંત્રને જબાવદાર ગણાવી રહ્યાં છે. માટે અધિકારીઓએ પોતાની નિર્દોષતા સાબિત કરવા બેઠક બોલાવી હતી. જેમાં જિલ્લા પંચાયત, મેયર, મ્યુનિસિપલ કમિશ્નર,ફાયર વિભાગના અધિકારી સહિત કોર્પોરેશન વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.

સુરત અગ્નિકાંડ બાદ ગાંધીનગરમાં યોજાઈઉચ્ચઅધિકારીઓની બેઠક
આ બેઠકમાં અધિકારીઓએ ફાયર સેફ્ટીની ચકાસણી, ખાનગી ક્લાસીસ સહિત શાળાઓમાં ફાયર સેફ્ટીની યોગ્ય વ્યવસ્થાને તપાસવા અંગેના મુદ્દાઓની ચર્ચા કરી હતી. પરંતુ જ્યારે પત્રકાર દ્વારા પૂછવામાં આવ્યું કે, તમે આ ઘટના પહેલા ફાયર સેફ્ટીના મુદ્દાઓ પર કેમ કોઇ યોગ્ય કાર્યવાહી કરી નહોતી. ત્યારે તમામ અધિકારીઓ ગોળ-ગોળ જવાબ આપીને સુયોગ્ય વ્યવસ્થાની પીપૂડી વગાડી રહ્યાં હતા.આ ઉપરાંત જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે,ગાંધીનગરમાં કેટલા ટ્યુશન ક્લાસીસ ચાલે છે ? ત્યારે તેમણે બેદરકારી ભર્યો જવાબ આપતા કહ્યું હતું કે, ગાંધીનગરમાં કેટલા ટ્યુશન ક્લાસીસ ચાલે છે તેની વિગતો સરકારી ચોપડે નથી. આમ, તંત્ર પોતાની ભૂલોને છૂપાવવા માટે આવી બેઠકો યોજીને પોતાની નિર્દોષતા તો નહીં પણ મૂર્ખતાનું ઉદાહરણ આપી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details