ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના વેક્સિન નેતાઓ નહી લે, પ્રથમ તબક્કામાં ફક્ત ફ્રન્ટલાઈન વોરિયર્સ વેક્સિનેશન લેશે : નીતિન પટેલ - ગ્રામ પંચાયતના આરોગ્ય કર્મચારી

કેન્દ્ર સરકારની જાહેરાત બાદ 16 જાન્યુઆરીથી કોરોના વેક્સિનની શરૂઆત થઈ રહી છે. ત્યારે આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના તમામ મુખ્ય પ્રધાનો સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને વેક્સિનેશન બાબતની ચર્ચા કરી હતી. આ બાબતની જાહેરાત રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, 16 મી જાન્યુઆરીના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના અમદાવાદ અને રાજકોટના હોસ્પિટલમાં વીડિયો કોન્ફરન્સ યોજીને વેક્સિનેશન કાર્યનો પ્રારંભ કરાવશે.

કોરોના વેક્સિન નેતાઓ નહી લે, પ્રથમ તબક્કામાં ફક્ત ફ્રન્ટલાઈન વોરિયર્સ વેક્સિનેશ લેશે :  નીતિન પટેલ
કોરોના વેક્સિન નેતાઓ નહી લે, પ્રથમ તબક્કામાં ફક્ત ફ્રન્ટલાઈન વોરિયર્સ વેક્સિનેશ લેશે : નીતિન પટેલ

By

Published : Jan 11, 2021, 9:26 PM IST

  • રાજ્યમાં 16 જાન્યુઆરીથી ફ્રન્ટલાઈન વોરિયર્સથી વેક્સિનેશન શરૂ થશે
  • રાજ્યના એક પણ નેતાઓ નહિ લે વેક્સિન
  • કેન્દ્ર સરકારની જાહેરાત બાદ જ નેતાઓને આપવામાં આવશે વેક્સિન

ગાંધીનગર :કેન્દ્ર સરકારની જાહેરાત બાદ 16 જાન્યુઆરીથી કોરોના વેક્સિનની શરૂઆત થઈ રહી છે. ત્યારે આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના તમામ મુખ્ય પ્રધાનો સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને વેક્સિનેશન બાબતની ચર્ચા કરી હતી. આ બાબતની જાહેરાત રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, 16 મી જાન્યુઆરીના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના અમદાવાદ અને રાજકોટના હોસ્પિટલમાં વીડિયો કોન્ફરન્સ યોજીને વેક્સિનેશન કાર્યનો પ્રારંભ કરાવશે.

પ્રથમ તબક્કામાં ફક્ત ફ્રન્ટલાઈન વોરિયર્સ વેક્સિનેશ લેશે

રાજ્યમાં 87 જેટલા સેન્ટરો પર વીડિયો કોન્ફરન્સ યોજાશે

રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના 87 જેટલા સેન્ટર પર વીડિયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ વીડિયો કોન્ફરન્સમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ જોડાશે. આ સાથે જ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિતના નેતાઓ પણ આ વીડિયો કોન્ફરન્સમાં જોડાશે. 16મી જાન્યુઆરીએ શરૂ થઈ રહેલા વેક્સિનેશન કાર્યક્રમનું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન કરીને વેક્સિનનો પ્રારંભ કરાવશે.

કોરોના વેક્સિન નેતાઓ નહી લે, પ્રથમ તબક્કામાં ફક્ત ફ્રન્ટલાઈન વોરિયર્સ વેક્સિનેશ લેશે : નીતિન પટેલ

ભાજપના એક પણ નેતાઓ નહીં લે વેક્સિન

રાજ્યના મુખ્ય પ્રધાન નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, 16મી તારીખે શરૂ થઈ રહેલા વેક્સિનેશન કાર્યક્રમમાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ એટલે કે, મેડિકલ અને પેરામેડિકલ સાથે જોડાયેલા વ્યક્તિઓને જ વેક્સિનેશન આપવામાં આવશે. આ ઉપરાંત 50 વર્ષથી વધુના અને વધુ ગંભીર બીમારી ધરાવતા લોકોને જ આપવામાં આવશે. જ્યારે ભાજપના એક પણ નેતાઓ, ધારાસભ્ય, સાંસદ સભ્યો વેક્સિન નહીં લે. કેન્દ્ર સરકારની જાહેરાત બાદ ભાજપના નેતાઓ વેક્સિન લેશે.

ચૂંટણી સમયે જ થાય છે આંદોલન

ગ્રેડ વધારાને લઇને ગ્રામ પંચાયતના આરોગ્ય કર્મચારીઓ આંદોલન કરવાની ચીમકી આપી છે. આ બાબતે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન અને આરોગ્ય પ્રધાન નીતીન પટેલે જણાવ્યું હતું કે, ચૂંટણીના સમયે જ લોકો આંદોલન કરે છે. ત્યારે આ આંદોલનથી વેક્સિનેશનમાં કોઈપણ પ્રકારનો ફરક નહીં પડે.

ABOUT THE AUTHOR

...view details