ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યમાં પલ્સ પોલીયો રસીકરણ અભિયાન હેઠળ 99 ટકા બાળકોનું રસીકરણ કરાયું - Gujarat

ગાંધીનગરઃ રાજ્યમાં પલ્સ પોલીયો રસીકરણ અભિયાન  હેઠળ માર્ચ-19માં 84 લાખથી વધુ 99.45 ટકા બાળકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. રસીકરણ કાર્યક્રમ હેઠળ 100 ટકા બાળકોને પોલીયોથી મુક્ત રાખવા માટે બમણા ઉત્સાહથી કામ કરવામાં આવી રહ્યું છે.

રાજ્યમાં પલ્સ પોલીયો રસીકરણ અભિયાન હેઠળ 99 ટકા બાળકોનું રસીકરણ કરાયું

By

Published : Jun 20, 2019, 9:43 PM IST

રાજ્યમાં સંપૂર્ણ રસીકરણ કાર્યક્રમ હેઠળ વર્ષ 2018-19માં રાજ્યનું સરેરાશ કવરેજ 96 ટકા તેમજ જિલ્લામાં 95 ટકા સરેરાશ રસીકરણ થયું છે. જેમાં અમદાવાદ, અરવલ્લી અને દાહોદ જિલ્લામાં 100 ટકા કે તેથી વધુ રસીકરણ થયું છે. આગામી સમયમાં રસીકરણના લક્ષ્યાંકને 100 ટકા પૂર્ણ કરવા વધુ ઉત્સાહથી રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવશે. ગાંધીનગર ખાતે રાજ્યમાં રસીકરણની કામગીરી અંગે યોજાયેલી સ્ટેટ ટાસ્ક ફોર્સની બેઠકમાં આરોગ્ય કમિશનર જયંતિ રવિએ કહ્યું હતું.

આરોગ્ય કમિશ્નરે રાજ્યમાં ચાલી રહેલા રસીકરણ કાર્યક્રમની સમીક્ષા કરતાં જણાવ્યું હતું કે, "જે જિલ્લાઓમાં રસીકરણનું પ્રમાણ ઓછું છે તે જિલ્લાઓમાં રસીકરણ વધુ થાય તે માટે વિવિધ ધર્મોના સ્થાનિક ધર્મગુરૂઓના સહકારથી જે-તે જ્ઞાતિના લોકોને તેમના બાળકોના રસીકરણ માટે જાગૃત કરવા પ્રયાસો કરવા જોઇએ. છેવાડાના ગામડાના લોકોમાં તેમના બાળકોના રસીકરણ અંગે જાગૃતિ લાવવા સેટકોમનો ઉપયોગ કરવો જોઇએ. આશા વર્કર અને આંગણવાડીના કાર્યકર બહેનોને વિવિધ તબક્કે તાલીમ આપવા બ્લોક સ્તરે સ્થાનિક ભાષામાં સાહિત્ય-વીડિયો તૈયાર કરવામાં આવ્યા છે."

આ ઉપરાંત રાજ્યના આદિજાતિ વિસ્તાર, શહેરી વિસ્તાર, તમામ શાળાઓ, પિડીયાટ્રિશન, ઓધૌગિક એસોશિએશન, યુનિસેફ તેમજ વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓનો રસીકરણ કાર્યક્રમ માટે મહત્તમ સહયોગ લેવામાં આવશે તેમ આરોગ્ય કમિશ્નરે જણાવ્યું હતુ. આ બેઠકમાં આરોગ્ય વિભાગના અધિક નિયામક જાની, આરોગ્ય સહિત વિવિધ વિભાગના અધિકારીઓ અને વિવિધ સંસ્થાઓના ડૉક્ટરોએ ઉપસ્થિત રહીને રાજ્યમાં મહત્તમ રસીકરણ માટે ચર્ચા-વિચારણા કરી હતી.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details