ગાંધીનગરઃ ગાંધીનગર શહેર પાસે આવેલા રાંધેજા ગામમાં રહેતાં અને આલમપુર એપીએમસીમાં નોકરી કરતાં સેક્રેટરી પોઝિટિવ આવ્યાં હતાં. જેમને આજે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તેવા સમયે એપીએમસીમાં નોકરી કરતો પટાવાળો આજે પોઝિટિવ આવ્યો છે. આલમપુર એપીએમસીમાં નોકરી કરતો પટાવાળો સેક્રેટરીના સંપર્કમાં આવ્યો હતો 31 વર્ષીય યુવક હાલમાં રાંધેજામાં રહે છે અને તેના ઘર પરિવારના ચાર લોકોને હોમ કોરેન્ટાઈન કરવામાં આવ્યાં છે.
રાંધેજામાં APMCના સેક્રેટરી સાજા થઈને ઘેર પહોંચ્યાં ત્યાં સેવક પોઝિટિવ, નવા 4 કેસ, એકનું મોત થતાં 6 મોત - એપીએમસી
કોરોના વાયરસનો આંકડો ધીરે ધીરે વધી રહ્યો છે, ત્યારે આજે ગાંધીનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં નવા બે-બે કેસ સામે આવ્યાં છે, જ્યારે એકનું મોત થયું છે. ત્યારે ગાંધીનગર જિલ્લામાં મરણનો આંક 6 ઉપર પહોંચ્યો છે. જ્યારે પોઝિટિવ દર્દીઓનો આંકડો 84 થયો છે.

બીજી તરફ કલોલ હિંમતલાલપાર્કમાં રહેતા 52 વર્ષીય આધેડે કોરોનાની લપેટમાં આવ્યાં છે.બીજી તરફ ગાંધીનગર શહેરમાં સેક્ટર 2cમાં રહેતાં 33 વર્ષીય યુવક કોરોના પોઝિટિવ આવ્યાં છે. જે અમદાવાદમાં લાલ દરવાજા પાસે આવેલી જીએસટીમાં નોકરી કરે છે. જેને અમદાવાદ વિસ્તારમાં સર્વેલન્સની કામગીરી સોપવામાં આવી હતી. બીજી તરફ સેક્ટર 23 માં રહેતો 27 વર્ષીય યુવક જે આલમપુર એપીએમસી સેક્રેટરીના સંપર્કમાં આવ્યો હતો તે પોઝિટિવ આવ્યો છે. હાલમાં બંને લોકો ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યાં છે. આની સાથે ગાંધીનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારના કુલ 84 પોઝીટીવ કેસ થવા પામ્યાં છે.
શહેર અને જિલ્લામાં છઠ્ઠું મોત થયું છે. કલોલમાં રહેતાં 68 વર્ષીય વૃદ્ધ ચાર દિવસ પહેલા પોઝિટિવ આવ્યાં હતાં. જે અમદાવાદ હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યાં હતાં,ત્યારે તેમનું આજે મોત થયું છે. રાધેજા એપીએમસીના સેક્રેટરીને આજે ડિસ્ચાર્જ આપવામાં આવતાં તેમના પરિવારજનો દ્વારા તેમની ઉપર ફૂલ વર્ષા કરીને વધાવવામાં આવ્યાં હતાં. યજ્ઞેશ પટેલ પણ મુશ્કેલ પરિસ્થિતિમાં સાજા થઈને ઘરે પરત ફરતાં ધરતીને નમન કર્યું હતું.