સોમનાથ: જિલ્લામાં કોવિડ-19ના સંક્રમણને અટકાવવા જિલ્લાનાં વહીવટી તંત્રનાં માર્ગદર્શન હેઠળ આરોગ્ય તંત્ર, પોલીસ તંત્ર ફરજ બજાવી રહી છે. ઉના તાલુકાના 14 ગામ ગીરગઢડા, કોડીનારનાં એક-એક ગામોમાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 10000 ઘરો અને 55043 વ્યક્તિઓના આરોગ્યની તપાસણી અને સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે.
ગીરસોમનાથમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ, આંકડો 18એ પહોંચ્યો - કોરોના વાઇરસની વિગતો
ગીર સોમનાથ જિલ્લામાં વધુ 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. આરોગ્ય વિભાગ દ્વારા 60 શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં 59 સેમ્પલ નેગેટિવ આવ્યા હતાં અને ઉના તાલુકાના નવાબંદર ગામના 48 વર્ષીય પુરૂષનોનો રિપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લાનો કોરોના પોઝિટિવનો આંકડો 18એ પહોંચ્યો છે. જેમાંથી 3 સ્વસ્થ થયા છે. તેમજ 15 કેસ એક્ટિવ છે.
![ગીરસોમનાથમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ, આંકડો 18એ પહોંચ્યો etv bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7171800-164-7171800-1589294908830.jpg)
ગીરસોમનાથ: વધુ એક કોરોના કેસ પોઝિટિવ નોંધાયો, આંકડો 18એ પહોંચ્યો
ગઇકાલે આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વાઇરસ શંકાસ્પદ દર્દીના 60 સેમ્પલ મોકલવામાં આવ્યા હતાં. જેમાંથી 59 સેમ્પલ નેગેટિવ આવ્યા છ, જ્યારે ઉના તાલુકાના નવાબંદર ગામના 48 વર્ષિય પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
શંકાસ્પદ દર્દીઓના ગીર સોમનાથ જિલ્લાના તાલુકા સુત્રાપાડા-06, કોડીનાર-03, ગીરગઢડા-06, વેરાવળ-10, તાલાળા-03 અને ઉના-05, સિવીલ હોસ્પિટલ-07 સહિત 40 શંકાસ્પદ સેમ્પલ લેવામાં આવ્યાં છે.