ગાંધીનગર શહેરમાં આવેલા ડૉ. જીવરાજ મહેતા ભવન (જુના સચિવાલય)ના બ્લોક નંબર 20માંથી એક અજાણ્યો શખ્સ ટાટા ફોર વ્હીલ ચોરી કરીને લઈ ગયો હતો. 13 સપ્ટેમ્બરે કચેરીના ડ્રાઈવરે કાર પાર્કિંગમાં મૂકી હતી.
ગાંધીનગરમાં તસ્કરોએ સરકારી ગાડીની કરી ચોરી, ઘટના CCTVમાં કેદ - જુના સચિવાલય કેમ્પસના સિક્યુરિટી ગાર્ડની પણ પૂછપરછ
ગાંધીનગરઃ પાટનગરમાં બેફામ બનેલા તસ્કરો દ્વારા સરકારી ગાડીને પણ છોડવામાં આવતી નથી. CPO તરીકે ફરજ બજાવતા અનિલ પટેલેની કારની ચોરીની ફરિયાદ સેકટર 7 પોલીસ સ્ટેશનમાં કરવામાં આવતા પોલીસે CCTV ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી હતી.
કચેરીના ડ્રાઇવર ટાટા ગોલ્ડ કારને પાર્કિંગમાં મૂકીને ગયા હતાં. રજાના કારણે કચેરીમાં પહોંચેલા ડ્રાઈવરે પોતાની કાર લઈ જવા માટે પાર્કિંગ તરફ ગયા હતા, ત્યાં જઈને જોયું તો ગોલ્ડ કાર જોવા મળી ન હતી.
જુના સચિવાલય કેમ્પસના સિક્યુરિટી ગાર્ડની પણ પૂછપરછ કરવામાં આવી હતી. જ્યારે પોલીસ દ્વારા CCTV ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતાં. જેમાં મોડી રાત્રે બે વાગ્યાના અરસામાં ૩૫ વર્ષના અજાણ્યા શખ્સ ચોરી કરીને લઇ જતો હોય તેવું જોવા મળ્યું હતું. હાલ તો પોલીસે રૂપિયા 2.95 લાખની ચોરીનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે વાહનચોરને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.