ગુજરાતમાં પહેલા ટેન્કર રાજ ચાલતું હતું, તે હવે ભૂતકાળ બન્યુ છે: સીએમ રૂપાણી - Union Minister Gajendrasinh Shekhawat
રાજ્યમાં 'નલ સે જલ યોજના' દ્વારા ચાર જિલ્લાને ઘરે ઘરે નળ કનેક્શન ધરાવતા જિલ્લા જાહેર કરવામાં આવ્યા છે. ગાંધીનગર, મહેસાણા, આણંદ અને પોરબંદર જિલ્લાને રાજ્યના મુખ્યપ્રધાને સંપૂર્ણપણે નળ ધરાવતો જિલ્લો જાહેર કર્યો છે. ત્યારે મુખ્યપ્રધાને કહ્યું કે, ગુજરાત રાજ્યમાં પહેલા ટેન્કર રાજ ચાલતું હતું. પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા તેને ભૂતકાળ બનાવવામાં આવ્યો છે.
ગાંધીનગર
ગાંધીનગર: રાજ્યમાં 'નલ સે જલ યોજના' હેઠળ પાંચ જિલ્લાને જાહેર કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગાંધીનગર જિલ્લાના 317 ગામમાં 496 ફળિયાના 3,09826 ઘરમાં નળ કનેક્શન પૂર્ણ કરવામાં આવ્યા છે. મહેસાણા જિલ્લામાં 633 ગામ 888 ફળિયામાં 5,10,503 ઘરમાં નળ કનેક્શન અપાયા છે. પોરબંદર જિલ્લામાં 147 ગામના 178 ફળિયામાં અને 63572 ઘરમાં અને આણંદ જિલ્લામાં 354 ગામના 8948 ફળિયાના 4,01,409 ઘરમાં નળ કનેક્શન પૂર્ણ કરવામાં આવતા હર ઘર નળ કનેક્શન યોજના પૂર્ણ કરાઇ છે.