ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 239 કેસ, રાજ્યમાં કુલ 1376 કેસ નોંધાયા - Corona virus is causing havoc in Gujarat

અમદાવાદ સહિત ગુજરાતમાં કોરોના વાઇરસ હાહાકાર મચાવી રહ્યો છે. છેલ્લા 24 કલાકની અમદાવાદની જ વાત કરવામાં આવે તો 239 જેટલા કોરોના કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. રાજ્યમાં કુલ 1376 કેસ નોધાયા છે.

અમદાવાદ કોરોનાના કાબુમાં, છેલ્લા 24 કલાકમાં 239 કેસ રાજ્યમાં કુલ 1376 કેસ..
અમદાવાદ કોરોનાના કાબુમાં, છેલ્લા 24 કલાકમાં 239 કેસ રાજ્યમાં કુલ 1376 કેસ..

By

Published : Apr 18, 2020, 11:17 PM IST

ગાંધીનગરઃ અમદાવાદ સહિત ગુજરાતમાં કોરોના વાઇરસ હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે અમદાવાદ શહેર કોરોના વાઈરસના કાબૂમાં હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા ચોવીસ કલાકની જ ફક્ત અમદાવાદની જ વાત કરવામાં આવે તો 239 જેટલા કોરોના કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે.

આ બાબતે રાજ્યના અગ્ર આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, સવારની મેડિકલ બુલેટિન બાદ સાંજે 07:30 કલાકે વધુ 105 કેસ સામે આવ્યા છે. જેમાં ફક્ત અમદાવાદમાં જ 96 કેસ છે. આ સાથે જ સમગ્ર રાજ્યમાં કુલ કેસ 1376 થયા છે.

અમદાવાદ કોરોનાના કાબુમાં, છેલ્લા 24 કલાકમાં 239 કેસ રાજ્યમાં કુલ 1376 કેસ..

જ્યારે હવે જે કેસ આવી રહ્યા છે. તે તમામ ક્લસ્ટર ઝોન, અને રેડ ઝોનમાંથી કે બહાર આવી રહ્યાં છે. જ્યારે સવાર બાદ કોરોના પોઝિટિવ કેસ 104 સામે આવ્યાં, વધુ 5 લોકોના મૃત્યુ અને 5 દર્દીઓને રજા આપવામાં આવી હતી.

અમદાવાદના જે રીતે વધુ કેસો સામે આવે છે. તે વિસ્તાર અંગેની માહિતી આપતા જયંતિ રવિએ જણાવ્યું હતું કે, અમદાવાદના હોટસ્પોટ વિસ્તાર ઉપરાંત બહેરામપુર, દરિયાપુર, દાણીલીમડા, એલિસબ્રિજ, ઇશનપુર, મોટેરા, નિકોલ, ગોમતીપુર, જમાલપુર, આસ્ટોડિયા, કુબેરનગર, માણેકચોક, મોટેરા, ચંદલોડિયા જેવા વિસ્તારનો સમાવેશ થાય છે.

જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 2664 ટેસ્ટિંગ થયા હતાં. જેમાં 277 કેસ પોઝિટિવ આવ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 26,102 ટેસ્ટ થયા જેમાં 1376 પોઝિટિવ, બાકીના નેગેટિવ આવ્યાં છે. જ્યારે કોરોનાથી બચવા માટે કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ઉકાળો અને આયુર્વેદ ઉપચાર બતાવવામાં આવ્યા છે.

જ્યારે રાજ્ય સરકાર દ્વારા પણ અનેક જાહેરાતો કરવામાં આવી હતી. જે બાબતે રાજ્યના અગ્ર સચિવ જયંતિ રવિ જણાવ્યું હતું કે, કોરોનાને હરાવવા માટે રાજ્યના 20.95 લાખ લોકોને ઉકાળો વિતરણ કરવામાં આવ્યા છે. જ્યારે 60 હજાર લોકોની આર્યુવેદિક ગોળીઓ લીધી છે.

ABOUT THE AUTHOR

...view details