રાજ્યમાં 24 કલાકમાં કોરોનાનાં 624 પોઝિટિવ કેસ નોંધાયા, 391 ડિસ્ચાર્જ, 19 મોત - Gandhinagar Korona News
રાજ્યમાં કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે 24 કલાકમાં 624 કેસ સામે આવ્યા છે. જ્યારે 19 દર્દીના મોત થયા છે અને 391 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે.
રાજ્યમાં 24 કલાકમાં કોરોનાનાં 624 કેસ નોંધાયા 391 થયા ડિસ્ચાર્જ, 19 મોત
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાઇરસના આંકડામા સતત વધારો જોવા મળી રહ્યો છે. લોકડાઉનની અફવા વચ્ચે રાજ્યમાં 24 કલાકમાં 624 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા સૌથી વધુ 19 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કોરના વાઇરસના કુલ 31,397 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જો કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી આજે 391 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે.