ખોટી ઈમ્પોર્ટ એક્સપોર્ટ ટેક્સ ક્રેડિટ લેતાં વેપારી સામે કડક કાર્યવાહી થશે: નીતિન પટેલ
વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા ખોટી રીતે ઈમ્પોર્ટ એક્સપોર્ટ કરતાં વેપારીઓ સામે રાજ્ય સરકારે કોઇ કાર્યવાહી કરી છે કે, નહીં તે અંગે પ્રશ્નો કરવામાં આવ્યા હતા. જેમાં રાજ્યના નાણા પ્રધાન નીતિન પટેલે ખોટી ઈમ્પોર્ટ એક્સપોર્ટ ટેક્સ ક્રેડિટ લેતા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરાઈ હોવાનું જણાવ્યું હતું.
ગાંધીનગર: વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા ખોટી રીતે ઈમ્પોર્ટ એક્સપોર્ટ કરતાં વેપારીઓ સામે રાજ્ય સરકારે કોઇ કાર્યવાહી કરી છે કે, નહીં તે અંગે પ્રશ્નો કરવામાં આવ્યા હતા. જેમાં રાજ્યના નાણા પ્રધાન નીતિન પટેલે ખોટી ઈમ્પોર્ટ એક્સપોર્ટ ટેક્સ ક્રેડિટ લેતા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરાઈ હોવાનું જણાવ્યું હતું. "ખોટી ઈમ્પોર્ટ એક્સપોર્ટ ટેક્સ ક્રેડિટ લેતા વેપારીઓ સામે અત્યાર સુધીમાં 189.85 લાખની વસુલાત કરવામાં આવી છે. ઉપરાંત હવે આગામી સમયમાં જો કોઇપણ વેપારી ખોટી ઈમ્પોર્ટ એક્સપોર્ટ ટેક્સ ક્રેડિટ લેતા પકડાશે તો મિલકત જપ્તી સુધીની કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે."