ગાંધીનગર: ગુજરાતના ભૂતકાળની જો વાત કરવામાં આવે તો એશિયાટિક સિંહોની સંખ્યામાં સતત ઘટાડો થયો રહ્યો હતો, પરંતુ ત્યાર બાદ સ્થાનિક રહેવાસીઓનો મહત્વનો ફાળો છે. સિંહોની સંખ્યા બાબતે વન વિભાગના અધિકારી દુષ્યંત વસાવડાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં સિંહોની સંખ્યામાં 29 ટકા જેટલો વધારો થયો છે.
વર્ષ 2015ની સિંહ વસ્તી ગણતરી મુજબ રાજ્યમાં 523 જેટલા સિંહ હતા, પરંતુ 5 વર્ષ બાદ જુલાઇ મહિનામાં કરવામાં આવેલી ગણતરીમાં રાજ્યમાં કુલ 674 જેટલા સિંહો નોંધાયા છે. આમ છેલ્લા 5 વર્ષમાં કુલ 151 જેટલા સિંહોની સંખ્યામાં વધારો થયો છે.
સિંહોની સંખ્યામાં વધારો બમણો થવા પાછળ મહત્વનું કારણ સ્થાનિક લોકોનો સહકાર તથા વન વિભાગ દ્વારા કરવામાં આવેલા અનેક પ્રયત્નો છે. જ્યારે વર્તમાન સમયમાં કોઈપણ પ્રવાસી ગીર જંગલમાં ફરવા આવે અને સરકારે ફાળવેલા આવેલા રૂટ પરથી જો કોઈ પ્રવાસી રૂટ બદલે તો તેને રોકવા માટે ખાસ વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે.