ગુજરાત

gujarat

ETV Bharat / state

નીતિન પટેલના ચાબખા: કોંગ્રેસના ધારાસભ્યો ગુજરાત આવે તો સ્ક્રિનિગ કરવું પડશે - Gujarat Congress MLA

વિધાનસભાનું ચાલુ સત્ર છોડીને કોંગ્રેસના તમામ ધારાસભ્યો જયપુરની શિવ વિલાસ રિસોર્ટમાં રોકાયા છે, ત્યારે વિધાનસભા ગૃહમાં વિપક્ષની ગેરહાજરીમાં રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે અનેક આક્ષેપો કર્યા હતા. જેમાં નીતિન પટેલે કોરોના વાઈરસને ધ્યાનમાં લઈને વિધાનસભા ગૃહમાં નિવેદન આપ્યું હતું કે, કોંગ્રેસના ધારાસભ્ય રાજસ્થાન ગયા છે. જેથી જ્યારે તે પરત ગુજરાત આવે ત્યારે તે તમામનું સ્ક્રીનિંગ કરવામાં આવે.

Etv Bharat, Gujarati NEws, Nitin Patel, Gujarat Congress
કોંગ્રેસના ધારાસભ્યો ગુજરાત આવે તો સ્ક્રિનિગ કરવું પડશે

By

Published : Mar 17, 2020, 1:15 PM IST

ગાંધીનગર: વિધાનસભાનું ચાલુ સત્ર છોડીને કોંગ્રેસના તમામ ધારાસભ્યો જયપુરની શિવ વિલાસ રિસોર્ટમાં રોકાયા છે, ત્યારે વિધાનસભા ગૃહમાં વિપક્ષની ગેરહાજરીમાં રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે અનેક આક્ષેપો કર્યા હતા. જેમાં નીતિન પટેલે કોરોના વાઈરસને ધ્યાનમાં લઈને વિધાનસભા ગૃહમાં નિવેદન આપ્યું હતું કે, કોંગ્રેસના ધારાસભ્ય રાજસ્થાન ગયા છે. જેથી જ્યારે તે પરત ગુજરાત આવે ત્યારે તે તમામનું સ્ક્રીનિંગ કરવામાં આવે.

વિધાનસભા ગૃહમાં માંગણી અને પ્રસ્તાવ ઉપર ચર્ચા ચાલી રહીં હતી, ત્યારે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ રાજ્ય સરકારે કરેલા કામો અંગેની માહિતી આપી હતી. જેમાં કર્ફ્યુ જેવા શબ્દોની ડિક્શનરી કાઢવા માટેનું કહ્યું હતું. તે દરમિયાન કોંગ્રેસ શબ્દ પણ ડિક્શનરીમાંથી કાઢવા અંગેનું સૂચનો સભ્યો દ્વારા કરવામાં આવ્યાં હતા. જેમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, કોંગ્રેસનો શબ્દ ડિક્શનરીમાંથી કાઢવા નથી, પરંતુ થોડા થોડા રહેવા દેવા જોઈએ કારણ કે હંમેશા આપણે જ બેટિંગ કરવાની છે તો ફિલ્ડીંગ કરવા માટે તો કોઈ જોઈશે.

જ્યારે નીતિન પટેલે રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાન પ્રદિપસિંહ જાડેજાને પણ સૂચન કર્યું હતું કે, તમે કોંગ્રેસના ધારાસભ્ય ઉપર ધ્યાન રાખજો. મને આરોગ્ય વિભાગના વડા તરીકે ચિંતા થાય છે. એ લોકો ગુજરાત જેવા સારા અને સ્વચ્છ વિસ્તાર છોડીને રાજસ્થાન કોરોના વિસ્તારમાં ગયા છે. આ બાબતે હું રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતને ઇમેલ કરીને જણાવીશ કે, જો કોંગ્રેસના એક પણ ધારાસભ્યને વાયરસની અસર થશે તો જવાબદારી રાજસ્થાન સરકારની રહેશે.

વધુમાં નીતિન પટેલે વિધાનસભાના અધ્યક્ષને રજૂઆત કરતા કહ્યું હતું કે, કોંગ્રેસના ધારાસભ્ય ગુજરાતમાં આવશે ત્યારે ગુજરાત સરહદ ઉપર અથવા તો તેઓ જ્યાં પણ આવે ત્યાં પહેલાં તેમનું સ્ક્રીનિંગ કરવામાં આવે.

ABOUT THE AUTHOR

...view details