17 મે બાદ રાજ્યમાં આઇસ્ક્રીમ અને કોલ્ડ્રિન્કનું વેચાણ થઈ શકશે, ફૂડ વિભાગે તમામ કલેક્ટરોને લેખિતમાં જાણ કરી - આઇસક્રીમ અને કોલડ્રિન્કનું વેચાણ
રાજ્યમાં કોરોના વાઇરસને લઈને અનેક અફવાઓ ફરતી થઈ હતી કે, આઇસ્ક્રીમ ખાવાથી અને કોલડ્રિન્ક પીવાથી કોરોના થવાની શક્યતાઓ વધી જાય છે. જોકે મંગળવારના રોજ રાજ્યના ફૂડ અને ડ્રગ વિભાગ દ્વારા તમામ કલેક્ટરને લેખિતમાં જાણ કરીને રાજ્યના તમામ શહેરો, જિલ્લાઓમાં આઇસક્રીમ અને કોલડ્રિન્ક વેચાણ માટેની પરવાનગી આપવામાં આવી છે. જ્યારે આઇસક્રીમ અને કોલડ્રિન્કથી કોરોના વાઇરસ થતો નથી તે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ગાંધીનગર : રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા રાજ્યમાં આઇસક્રીમ અને કોલડ્રિન્ક વેચવાની મંજૂરી આપવામાં આવી છે. રાજ્યના તમામ જિલ્લાઓના કલેક્ટરોને ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા લેખિતમાં જાણ કરવામાં આવી કે, આઈસ્ક્રીમ અને કોલ્ડડ્રિંક્સથી કોનાનું સંક્રમણ ફેલાતું નથી, જેથી 17મી બાદ રાજ્યમાં આઇસક્રીમ અને કોલ્ડડ્રિંક્સ વેચાણ થઇ શકશે.
કોરોના વાઇરસ જે દિવસથી ગુજરાતમાં પોતાનો માથું ઉચકી રહ્યું હતું. ત્યારથી સોશિયલ મીડિયામાં આઇસ્ક્રીમ અને કોલ્ડડ્રિંક્સથી કોરોનાનો સંક્રમણ વધે છે તેવી અફવાઓ વહેતી થઈ હતી. ત્યારે હવે રાજ્યના તમામ જિલ્લાઓમાં કોલડ્રિન્ક અને આઇસ્ક્રીમનું વેચાણ થઈ શકશે, જેના માટે રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કાયદેસરની મંજૂરી આપવામાં આવી છે.