દિલ્હીમાં યુવતીની પૂછપરછ બાબતે ગાંધીનગર DYSP એમકે રાણાએ જણાવ્યું હતું કે, " ગાંધીનગરથી યુવતીને પૂછપરછ માટે ટીમ દિલ્હી ગઈ હતી. ત્યારે યુવતીએ ગૌરવને જાન્યુઆરી 2018માં પ્રથમ વખત મળ્યા હતા અને તેઓએ તિરુપતિ બાલાજી ખાતે લગ્ન કર્યા હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત ગૌરવ દહિયા અને યુવતી જે હૉટલમાં મુલાકાત તે તમામ ફાઈવસ્ટાર હૉટેલ નામ પોલીસને જણાવ્યા હતા.
ગૌરવ દહિયા પ્રેમ પ્રકરણ : દિલ્હીની યુવતી ગાંધીનગર કમિટી સમક્ષ રહેશે હાજર - છેતરપીંડી
ગાંધીનગરઃ નેશનલ રૂરલ હેલ્થ મિશનમાં ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતાં IAS ગૌરવ દહિયા વિરૂદ્ધ ગાંધીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. માં રહેતી યુવતી સાથે લગ્ન કરીને ગૌરવ દહિયાએ છેતરપીંડી કરી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. જેને પગલે રાજ્ય સરકારે કમિટી બનાવી તપાસ હાથ ધરી હતી. વધુ પૂછપરછ માટે 2 ઓગસ્ટના રોજ યુવતીને ગાંધીનગર કમિટી સમક્ષ હાજર રહેવા જણાવવામાં આવ્યું છે.
IAS ગૌરવ દહિયા સામે લગ્ન કરી છેતરપીંડી કરી હોવાની ફરિયાદ ગાંધીનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ
યુવતીએ ગૌરવ દહિયા અને યુવતી વચ્ચે સંબંધ પ્રસ્થાપિત થાય તેવા પુરાવા ગાંધીનગર પોલીસને આપવાની આપવાની મનાઇ કરી હતી. તેણે પુરાવા દિલ્હી મહિલા આયોગમાં રજૂ કરવા જણાવ્યું હતું. આગળની તપાસ માટે યુવતીને રાજ્ય સરકારે 2 ઓગસ્ટના રોજ સચિવાલયમાં તપાસ કમિટી ખાતે નિવેદન આપવા જણાવ્યું છે.
Last Updated : Aug 1, 2019, 11:16 AM IST