ગુજરાત

gujarat

ETV Bharat / state

પ્રેમ પ્રકરણમાં ગૌરવ દહિયા સસ્પેન્ડ, કમિટીના રિપોર્ટ બાદ લેવાયો નિર્ણય - IAS

ગાંધીનગરઃ દિલ્હીની મહિલા સાથેના કથિત પ્રેમ પ્રકરણ કેસમાં તપાસ સમિતિનાં રિપોર્ટ બાદ આઈએએસ ગૌરવ દહિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. મહત્વનું છે કે પોલીસે ચારવાર ગૌરવ દહિયાને હાજર રહેવા માટે નોટિસ પાઠવી હતી. પરંતુ, તે હાજર રહ્યા ન હતાં. તપાસમાં સહયોગ ન આપતા કાર્યવાહી કરવામાં આવશે.

પ્રેમ પ્રકરણમાં ગૌરવ દહિયા સસ્પેન્ડ

By

Published : Aug 14, 2019, 6:32 PM IST

Updated : Aug 15, 2019, 10:11 PM IST

આ કથિત પ્રેમ પ્રકરણ મામલે રાજયના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પાંચ સભ્યોની એક કમીટી બનાવીને તપાસ સોંપી હતી. કમીટીના અધ્યક્ષ તરીકે સુનેયના તોમરને જવાબદારી સોંપવામાં આવી હતી અને કમીટીના અધ્યક્ષ ગૌરવ દહીંયા સામે આક્ષેપ કરનારી મહિલાનું નિવેદન લેવા માટે દિલ્હી ગયા હતા. ત્યારબાદ ગૌરવ દહીંયાની પ્રથમ પત્નીના પરિવારના સભ્યોના પણ નિવેદન લીધા હતા. ત્યારબાદ કમીટી ગ્રોવ દહીંયાને બે વખત કમીટી સમક્ષ નિવેદન આપવામાં માટે બોલાવ્યા હતા, જેમાં, ગૌરવ દહીંયાનું 9 કલાક સુધી સતત નિવેદન લેવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર તપાસ કમીટી ગૌરવ દહીંયાની ખાતાકીય તપાસ શરૂ કરી હતી. જેમાં તેઓએ સરકારી ગ્રાંન્ટનો દૂર ઉપયોગ કર્યો હોવાના આક્ષેપ પણ સામે આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે મુખ્યપ્રધાન રૂપાણીએ ગૌરવ દહીયા સામે ન્યાયિક તપાસ કરાવી અને ગૌરવ દહીયા દોષી નીકળે તો આકરા પગલાં ભરવાની અધિકારીઓને પણ સૂચના આપી હતી. તો બીજી બાજુ ગાંધીનગર સેક્ટર 7 પોલીસે પણ ગૌરવ દહીંયાને 4 વખત નોટિસ પાઠવીને જવાબ લખવવાની સૂચના આપી હતી. તેમ છતાં પણ ગૌરવ દહીયા પોલીસ સમક્ષ જવાબ લખાવવા હાજર થયા નથી. જો કે મુખ્યપ્રધાન રશિયા પ્રવાસે હોવાના પગલે કમીટીના સભ્યો રિપોટ 300 પાનાનો તૈયાર કરીને જીએડી વિભાગમાં સમિટ કર્યો હતો અને રૂપાણી વિદેશ પ્રવાસથી પરત આવતા રીપોર્ટ મળતા જ ગૌરવ દહીયાને સસ્પેન્ડ કરવાની સૂચના રાજ્યના ચિફ સેકેટરી આપી હતી. જેના પગલે બુધવારના રોજ રાજ્યના ચીફ સેક્રેટરીએ સત્તાવાર જાહેરાત કરીને ગૌરવ દહીંયાને ગુજરાત સરકારના આઈએએસ અધિકારીના પદ પરથી સસ્પેન્ડ કરવાનો મહત્વનો નિર્ણય લીધો હતો.

Last Updated : Aug 15, 2019, 10:11 PM IST

ABOUT THE AUTHOR

...view details