આઈએએસ અધિકારી ગૌરવ દહિયા સામે લાગેલા આક્ષેપમાં દિલ્હી પોલીસે તપાસ કરી હતી. જેમાં બહાર આવ્યું હતું કે, લીનુસિંઘની જે પુત્રી છે તે ગૌરવ દહિયાનું સંતાન નથી. યુવતી સાથે જે પુરુષનો સંબંધ છે તે એક ખાનગી કંપનીમાં કાર્યરત હોવાનું પણ દિલ્હી પોલીસની તપાસમાં સામે આવ્યું છે. દિલ્હી પોલીસની તપાસ પૂર્ણ થઈ ગઈ છે. દિલ્હી પોલીસને ગૌરવ દહિયાએ અમુક દસ્તાવેજ પણ આપ્યા છે જેમાં તેઓ નિર્દોષ હોવાનું સાબિત થાય છે.
કથિત પ્રેમ પ્રકરણ મામલે દિલ્હી પોલીસે IAS ગૌરવ દહીંયાંને ક્લીનચિટ આપી
ગાંધીનગરઃ દિલ્હીની યુવતી લીનું સિંઘ દ્વારા ગુજરાત રાજ્યના IAS અધિકારી ગૌરવ દહિયા પર સનસનીખેજ આક્ષેપ કર્યા હતાં. કથિત પ્રેમપ્રકરણ અંગે રાજ્ય સરકારે ગૌરવ દહિયાને ત્રણ મહિના માટે સસ્પેન્ડ કર્યા હતાં. આ કેસમાં મહિલા આયોગ સહિત દિલ્હી પોલીસ દ્વારા ઝીણવટપૂર્વકની તપાસ થઈ હતી. જેને ધ્યાનમાં લઇને દિલ્હી પોલીસે તપાસના અંતે ગૌરવ દહિયા નિર્દોષ હોવાનું બહાર આવ્યું છે.
કથિત પ્રેમ પ્રકરણ મામલે IAS ગૌરવ દહિયાને ક્લિનચીટ
પોલીસની તપાસને ધ્યાનમાં રાખી ગુજરાત સરકાર પણ ગૌરવ દહિયા પર મુકવામાં આવેલ સસ્પેન્શન અંગે ચર્ચા-વિચારણા કર્યા બાદ તેમનું સસ્પેન્શન રદ કરી શકે તેની શક્યતા છે. આ સમગ્ર મામલે ગૌરવ દહિયા પણ ટૂંક સમયમાં પત્રકાર પરિષદ કરીને સમગ્ર મામલા પર વધુ પ્રકાશ પાડશે.