ગૌરવ દહિયા રાજ્યના મહિલા આયોગના અઘ્યક્ષ લીલાબેન અંકોલીયાને પોતાનું લેખિતમાં નિવેદન આપ્યું હતું. આ બાબતે દહિયાના વકીલ સલીમ સૈયદે ઇટીવી ભારત સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે, મહિલા આયોગ દ્વારા આપવામાં આવેલ નોટીસને કારણે અમે નિવેદન આપવા માટે આવ્યા છે.
IAS ગૌરવ દહિયા મહિલા આયોગ સમક્ષ થયા હાજર, પીડિતાની અરજીમાં આપ્યું નિવેદન - gaurav Dahiya
ગાંધીનગરઃ દિલ્હીની યુવતી લીનું સિંહ દ્વારા ગુજરાતના IAS અધિકારી ગૌરવ દહિયા પર છેતરપિંડીના આક્ષેપો કરવામાં આવ્યા છે, આ અંગે લીનું સિંહ દ્વારા ગાંધીનગર પોલીસમાં અને રાજ્યના મહિલા આયોગમાં અરજી કરવામાં આવી હતી. જેને પગલે આજે IAS ગૌરવ દહિયા મહિલા આયોગ પહોંચીને પોતાનું નિવેદન આપ્યું હતું. આ સમયે તેમની સાથે વકીલોની ટીમ પણ હાજર રહી હતી. ગૌરવ દહિયાએ નિવેદન બાદ મીડિયાને જણાવ્યું હતું કે, મેં મારી વાત મહિલા આયોગ સમક્ષ મૂકી છે.
દિલ્હીની યુવતી દ્વારા IAS ગૌરવ દહિયા વિરુદ્ધ દિલ્હીના માલવીયનગર પોલીસ સ્ટેશનમાં અને દિલ્હીના મહિલા આયોગમાં અરજી કરી છે. કાયદા મુજબ ગુજરાત પોલીસ આ કેસની તપાસ ન કરી શકે, કારણ કે સુપ્રીમ કોર્ટના નિયમ અને આદેશ પ્રમાણે એક કેસની તપાસ બે જગ્યાએ ન થઈ શકે. જેથી ગૌરવ દહિયા દિલ્હી પોલીસ અને મહિલા આયોગમાં હાજર થવાના છે.
આમ અત્યારે ગુજરાત મહિલા આયોગના માન સન્માન માટે જ અમે હાજર થયા છે. જ્યારે મહિલા દ્વારા બાળકીના DNAની પણ માંગણી કરવામાં આવી છે. જેને લઈને એડવોકેટ સૈયદે જણાવ્યું હતું કે કાયદાને આધિન રહીને તમામ કાર્ય કરવામાં આવશે. જ્યારે મહિલા આયોગના ચેરમેન લીલાબેન કોઈ જણાવ્યું હતું કે, ગૌરવ તૈયારી આજે પૂછપરછ કરવામાં આવી હતી અને તેમની સાથે થી જવાબ પણ લેવામાં આવ્યા છે જે હવે આવનારા દિવસોમાં લીનું સિંહ અને ગૌરવ દહિયા બંનેને બોલાવીને સાથે તપાસ કરવામા આવે.