- વહેલી સવારે ઊંઘમાં જ પત્નીની હત્યા
- હત્યા કરી પતિ દીકરીને કોલ કરી ફરાર થઈ ગયો
- પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા
ગાંધીનગર: કલોલ કલ્યાણપુરામાં પતિએ પત્નીનું ગળું દબાવી હત્યા નીપજાવી (husband killed his wife) હતી. હત્યા કરી પતિ દીકરીને કોલ કરી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં કલોલ પોલીસ મથકે આ ગુનો નોંધવામાં આવ્યો હતો. જેના આધારે પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. પત્નીની હત્યા બાદ 27 વર્ષના લગ્નજીવનનો કરૂણ અંત આવ્યો હતો.
પતિ ભાનુપ્રસાદને પત્નીને અન્ય વ્યક્તિ સાથે સંબંધ હોવાનો વહેમ હતો
ભાનુપ્રસાદ ખાનગી સિક્યુરિટીમાં ગાર્ડ તરીકે નોકરી કરે છે. 45 વર્ષનાં ભાનુપ્રસાદ દારૂનો વ્યસની છે. જ્યારે મૃતક કેટરીંગમાં વ્યવસાય કરતા હતા. મૃતકને ત્રણ દીકરીઓ છે. જેમાં બે દિકરીના લગ્ન થઈ ચૂક્યા છે. ખુદ પિતાએ આ વાતની જાણ તેની દીકરીને કરી હતી. પતિ ભાનુપ્રસાદને પત્નીના અન્ય વ્યક્તિ સાથે સંબંધ હોવાનો વહેમ હોવાથી હત્યા કરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. રાત્રિ દરમિયાન જ્યારે પત્ની સુતી હતી તે વખતે જ પતિ ભાનુપ્રસાદે ઓશિકા વડે પત્નીનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી.