ગુજરાત

gujarat

ETV Bharat / state

મધ્યાહન ભોજન, આંગણવાડી અને સસ્તા અનાજની દુકાનના જથ્થાની તપાસ કેવી રીતે થાય છે? જાણો...

ગાંધીનગરઃ રાજ્યમાં પૂરવઠા નિગમ દ્વારા અનેક સરકારી યોજનાઓમાં ખાદ્ય સામગ્રીનો જથ્થો પૂરો પાડવામાં આવે છે. અનેક વખત નિગમ સામે ખરાબ જથ્થો પૂરો પાડવામાં આવી રહ્યો હોવાની ફરિયાદો ઉઠી છે.

GNR

By

Published : May 13, 2019, 12:51 PM IST

વારંવાર કૌભાંડના છાંટા તેમની ઉપર ઉડતા રહ્યા છે. ત્યારે વેપારીઓ દ્વારા કરવામાં આવતા કૌભાંડના છાંટા પૂરવઠા નિગમ ઉપરના ઉડે તે માટે FSL સાથે સંકલન કરીને ફૂડ રિસર્ચ લેબોરેટરીમાં અત્યાધુનિક રીતે સસ્તા અનાજની દુકાન આંગણવાડી અને મધ્યાહન ભોજનમાં આપવામાં આવતા જથ્થાની તપાસ કરવામાં આવી રહી છે. જથ્થાની અંદર ભેળસેળ છે કે નહીં તેનું હાઇટેક લેબમાં ચેકિંગ કરીને ગોડાઉન સુધી માલ પહોંચાડવામાં આવે છે.

ફૂડ રિસર્ચ લેબોરેટરીના અધિકારી નૂતન શાહે કહ્યું કે, હાઇટેક લેબોરેટરીમાં માત્ર કર્મચારી જ પ્રવેશ કરી શકે છે. પૂરવઠા નિગમ દ્વારા જે જથ્થો ખરીદવામાં આવે છે, તે જથ્થાનું લેબમાં આવેલા અત્યાધુનિક ઇક્વિપમેન્ટ દ્વારા પ્રોસેસ કરીને તપાસ કરવામાં આવે છે. તેમાં ભેળસેળ છે કે નહીં તે મશીન બતાવી દે છે.

મધ્યાહન ભોજન, આંગણવાડી અને સસ્તા અનાજની દુકાનના જથ્થાની તપાસ કેવી રીતે થાય છે? જાણો...

મશીનમાં તેલ, અનાજ, ખાંડ, મીઠું સહિત સસ્તા અનાજની દુકાન, મધ્યાહન ભોજન અને આંગણવાડી કેન્દ્રમાં મોકલવામાં આવતા જથ્થાની તપાસ થયા બાદ તેને ગોડાઉનમાં મોકલવામાં આવે છે. ગોડાઉનમાં મોકલ્યા બાદએ જથ્થો યોગ્ય છે કે નહીં તેની ગોડાઉન દ્વારા તપાસ કરવામાં આવે છે. ત્યારબાદ પૂરવઠા નિગમ દ્વારા ગોડાઉનમાંથી જ સીધો માલ સપ્લાય કરવામાં આવે છે. પરિણામે પૂરવઠા નિગમ દ્વારા ખરાબ માલ આપવામાં આવતો હોવાની જે વાત કરવામાં આવે છે તે વાત તદ્દન ખોટી સાબિત થાય છે.

પૂરવઠા નિગમના મેનેજર એમ. એમ. મકવાણાએ કહ્યું કે, પૂરવઠા નિગમ દ્વારા જે સપ્લાયર પાસેથી અનાજ સહિતની ખાદ્યસામગ્રી ખરીદવામાં આવે છે, તેનું બારીકાઈથી તપાસ થાય છે. કેટલીક વખત ખરાબ માલ આવ્યો હોય તો તેને પરત કરવામાં આવે છે. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી સાથે પૂરવઠાની ગમે સંકલન કરીને ફૂડ રિસર્ચ લેબોરેટરી કાર્યરત કરી છે. જેમાં ક્વોલિફાઇડ કર્મચારીઓ દ્વારા સતત તપાસ કરવામાં આવે છે અને ખરાબ માલ હોય તો તેને રિજેક્ટ કરવામાં આવે છે. કેટલીક વખત ખરાબ માલ આવી જાય છે. જેને લેબોરેટરીમાં તપાસ બાદ રિજેક્ટ કરીએ છીએ પુરવઠા નિગમ દ્વારા ખરાબમાં આપવામાં આવતો હોવાની અનેક વખત ખોટી ફરિયાદો કરવામાં આવે છે તેની સામે અમારો પુરાવો છે.

ગાંધીનગર શહેરના આવેલી ફુડ એન્ડ રિસર્ચ લેબમાં અત્યાધુનિક ટેકનોલોજી વસાવવામાં આવી છે. જેના કારણે કોઈપણ સપ્લાયરો ખોટો માલ અથવા ભેળસેળયુક્ત માલ પધરાવવાની કોશિશ કરે છે તો લેબમાં ચેકિંગ બાદ ઝડપાઈ જાય છે. જ્યારે પુરવઠા નિગમનું ગોડાઉન અમદાવાદ ખાતે આવેલું છે, ત્યાં પણ જરૂરી પાસે બાદ માલને સરકારી યોજનાઓ માટે પહોંચાડવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details