ગાંધીનગર:ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ પક્ષ દિલ્હીથી 160 જેટલા ઉમેદવારાની એક સાથે યાદી બહાર પાડી હતી. શરૂઆતના દિવસોમાં તો કોઈ વિરોધ થયો નહીં પરંતુ જેમ હવે ફોર્મ ભરવાના અંતિમ દિવસો સામે આવી રહ્યા છે. તેનું લઈને ભારે વિરોધ અનેક વિધાનસભા વિસ્તારમાં સામે આવી રહ્યો છે, ત્યારે કમલમ ખાતે કાર્યકર્તાઓના ટોળેટોળા અને ભાજપના કાર્યકર્તાઓ રજૂઆત કરવા માટે આવે(protesting activists persuaded in Kamalam) છે, ત્યારે ભાજપ પક્ષે પ્રદીપસિંહ વાઘેલાને (Pradeep Singh Vaghela) મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.
કમલમમાં વિરોધ કરવા આવેલ કાર્યકર્તાઓને કેવી રીતે મનાવવામાં આવે છે ? પ્રદીપસિંહ વાઘેલાને આપી છે જવાબદારી:શનિવારે પણ ગાંધીનગર ખાતે કમલમ કાર્યાલયમાં વિજાપુર વિધાનસભાના ભાજપના કાર્યકર્તાઓ પહોંચ્યા હતા. માજી ધારાસભ્ય પી.આઈ.પટેલ ની આગેવાનમાં ઉમેદવારની ટીકીટ બદલવાની માંગ સાથે આવ્યા હતા. જેમાં આજે 400 થી વધુ બાયડ અને પાટણના ભાજપના કાર્યકર્તાઓ કમલમ પહોંચ્યા હતા. પણ આ તમામ નારાજ કાર્યકર્તાઓ માનાવવાની જવાબદારી પ્રદીપસિંહ વાઘેલાને સોંપવામાં આવી છે.
કેવી રીતે મનાવવામાં આવે છે નારાજ કાર્યકર્તાઓ: કમલમ ખાતે વિરોધ કરવા આવેલા તમામ કાર્યકર્તાઓને પહેલા મોટા રૂમમાં બેસાડવામાં આવે છે. અને જો મોટા રૂમમાં પણ કાર્યકર્તાઓનો સમાવેશ ન થાય તો કમલમની પાછળ આવેલા મોટા મેદાન ખાતે તેમની બેઠક વ્યવસ્થા કરવામાં આવે છે. ત્યારબાદ પ્રદિપસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાન હેઠળ નારાજ કાર્યકર્તાઓને સમજાવવાના કાર્ય શરૂ કરવામાં આવે છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8 વર્ષમાં કરેલા કામગીરીની ચર્ચા પ્રદીપસિંહ વાઘેલા નારાજ કર્યા કાર્યકર્તાઓ સાથે કરે છે. કાર્યકર્તાઓ જે માંગ લઈને આવ્યા હોય છે તે માંગ ઉપર સુધી પહોંચાડવાની બાંહેધરી પણ પ્રદીપસિંહ વાઘેલા નારાજ કાર્યકર્તાઓને આપી છે, પીએમ મોદીએ રામ મંદિર બનાવ્યું, 370 કલમ દૂર કરી, અફઝલ મુદ્દે, એર સ્ટ્રાઈક જેવા મુદ્દા કહીને નારાજ કાર્યકર્તાઓ સમજાવવામાં આવ્યા હતા.
આપણે ધવલસિંહ ઝાલા બાબતે ટૂંકા પડ્યા: વર્ષ 2019 વિધાનસભાની પેટા ચૂંટણીમાં ધવલસિંહ ઝાલાની હાર થઈ હતી. તે ઘટનાને આજે પ્રદિપસિંહ વાઘેલાએ નારાજ કાર્યકર્તાઓ સામે મૂકી હતી અને કાર્યકર્તાઓને સંબોધતા જણાવ્યું હતું કે ધવલસિંહ ઝાલાને બાયડમાં વિધાનસભાની ટિકિટ નહીં આપવા બાબતે આપણે થોડાક ટૂંકા પડ્યા છીએ. 2019 ની પેટા ચૂંટણીમાં આપણે ધવલસિંહ ઝાલાને જીતાડી શક્યા નહી, પણ ધવલસિંહ ઝાલાએ કમલમમાં આવીને સ્પષ્ટ કહ્યું છે કે, તેઓ ભાજપના કાર્યકર્તા છે. વર્ષો સુધી મહેનત કરીશું, જ્યારે નારાજ કાર્યકર્તાઓ માંથી વિરોધનો સુર આવ્યો ત્યારે પ્રદીપસિંહ વાઘેલા સ્પષ્ટતા સાથે કીધું હતું કે કોઈ કાર્યકર્તાઓ એવું ના કરતા જેથી ધવલસિંહ ઝાલાની કારકીર્દી ખરાબ થાય.