ગુજરાત

gujarat

ETV Bharat / state

દીપેશ-અભિષેક અપમૃત્યુ કેસ: ડી.કે.ત્રિવેદી પંચનો રિપોર્ટ સરકારે ગૃહમાં રજૂ કર્યો - GNR

ગાંધીનગર: આસારામના આશ્રમમાં દીપેશ અને અભિષેક અપમૃત્યુ કેસનો એક્શન ટેકન રિપોર્ટ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવ્યો છે. આસારામ આશ્રમની નિષ્કાળજીના કારણે બે બાળકો ગુમ થયા હતા. દીપેશ-અભિષેક અપમૃત્યુ કેસ મામલે રચાયેલા ડી.કે.ત્રિવેદી તપાસ પંચનો રિપોર્ટ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો છે. હાલ આ મામલે પુનઃતપાસની માગ કરતી અરજી સેશન્સ કોર્ટમાં પેન્ડિંગ છે. જેના પર સુનાવણી કરવાની બાકી છે.

ગૃહપ્રધાન અને શૈલેષ પરમાર

By

Published : Jul 26, 2019, 4:38 PM IST

Updated : Jul 26, 2019, 5:17 PM IST

આસારામ આશ્રમમાં દીપેશ અને અભિષેક અપમૃત્યુ કેસમાં ડી. કે. ત્રિવેદી તપાસ રિપોર્ટના મહત્વના મુદ્દાઓ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં દીપેશ અને અભિષેકના ગુમ થવા પાછળ આશ્રમના મેનેજમેન્ટની બેદરકારી સામે આવી છે. આશ્રમની નિષ્કાળજીનો તપાસ પંચે સ્વીકાર કર્યો છે. સ્થાનિક પોલીસની તપાસમાં કોઈપણ ક્ષતિ ન હતી. જેને લઇને સ્થાનિક પોલિસ તપાસને ક્લીન ચિટ આપવામાં આવી છે.

આશ્રમ મેનેજમેન્ટની બેદરકારી હતી. જેને નહિ ચલાવાય, ત્યારે 10 વર્ષથી નીચેના બાળકોને ગુરૂકુળમાં પ્રવેશ ના આપવો. ભવિષ્યમાં આવા બનાવના બને તે માટે ગુરૂકુળે કાળજી લેવી જોઇએ. નલિયાકાંડ અને આશારામ રિપોર્ટની ભલામણો માટે કમિટીની રચના કરાઈ હતી. ગૃહ વિભાગના અધિક સચિવના વડપણ હેઠળ કમિટીની રચના કરાઈ હતી. કમિશને કરેલ ભલામણો અંગે કમિટી સૂચનાઓનું પાલન કરાવાનું કામ કરશે.

દીપેશ અભિષેક અપમૃત્યુ કેસ મુદ્દે ગૃહપ્રધાનનું નિવેદન

દીપેશ અભિષેક કેસ:

- 3 જુલાઈ 2008 રાત્રે અમદાવાદ આશારામ આશ્રમથી બે પિતરાઈ ભાઈઓ દીપેક અભિષેક ગુમ થયા હતા.

- 5 જુલાઈ 2008 બંને ભાઈઓના આશ્રમ નજીક આવેલી સાબરમતી નદીના કિનારેથી મૃતદેહ મળી આવ્યા
હતા.
- ઓગષ્ટ 2008માં કેસની તપાસ માટે ગુજરાત હાઇકોર્ટના નિવૃત જજ ડી. કે. ત્રિવેદીનું પંચ રચ્યું હતું.

- 2009 માં સ્ટેટ CIDએ IPC ની કલમ 304 હેઠળ 7 સાધકો સામે FIR કરી

- 2009માં 7 સાધકો 3 હાઇકોર્ટમાં FIR સામે ક્રોસિંગ પિટિશન કરી જેમાં હાઇકોર્ટે કલમ 304 રદ કરી 304 A મુજબ તપાસના આદેશ આપ્યા

- 2012માં CID એ 304 A મુજબ મેટ્રો કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી

- ડિસેમ્બર 2012માં આસારામ કમિશન સમક્ષ નિવેદન નોંધાવવા આવ્યા હતા.

- 2013માં અહેવાલ તૈયાર કરી રાજ્ય સરકારને સુપ્રત કર્યો, તે દરમિયાન કુલ 200 જેટલા સાક્ષીઓની નિવેદનો કમિશને નોંધ્યાં હતાં.

Last Updated : Jul 26, 2019, 5:17 PM IST

ABOUT THE AUTHOR

...view details