ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજસ્થાન સરકારના પેપર લીક મામલે ગુજરાત કોંગ્રેસ કેમ ચૂપ છે? પ્રદીપસિંહ જાડેજા - Home Minister Pradeep Singh Jadeja

ગાંધીનગરઃ રાજસ્થાનમાં જાહેર પરીક્ષા રદ્દ થવાના મુદ્દે ભાજપ સરકાર કોંગ્રેસ સામે શાબ્દિક પ્રહાર કરી રહી છે. ગુજરાત સરકારે કોંગ્રેસ પર આક્ષેપ કરતાં જણાવ્યું કે, જ્યારે ગુજરાતમાં જાહેર પરીક્ષા રદ્દ કરવામાં આવે છે. ત્યારે કોંગ્રેસ વિરોધ પર ઉતરી આવે છે. હવે જ્યારે રાજસ્થાનમાં પેપર લિક થયા બાદ પરીક્ષા રદ્દ કરાઈ છે. ત્યારે કોંગ્રેસ સરકાર કોઈ પગલાં લઈ રહી છે. આવું કેમ?? આમ, રાજસ્થાનમાં પરીક્ષા રદ્દ થવા મુદ્દે ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પણ કોંગ્રેસ પર ગંભીર આક્ષેપ કર્યા હતા.

પ્રદીપસિંહ જાડેજા
પ્રદીપસિંહ જાડેજા

By

Published : Jan 2, 2020, 9:29 PM IST

રાજ્યગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ રાજસ્થાનના જાહેર પરીક્ષા રદ્દ થવા મુદ્દે કોંગ્રસની ઝાટકણી કાઢી હતી. તેમણે જણાવ્યું હતું કે, " રાજસ્થાનમાં કોંગ્રેસ સરકાર છે ત્યારે પેપર લિક મુદ્દે કોઈ વિરોધ થઈ રહ્યો નથી. તો શા માટે કોંગ્રેસ ગુજરાતમાં પેપર લિક થવા મુદ્દે વિરોધ કરે છે? કોંગ્રેસ પોતાની જરૂરિયાત પ્રમાણે લોકોની ભાવનાઓનો ફાયદો ઉઠાવીને યુવાઓને ગેરમાર્ગે દોરી રહી છે. કોંગ્રેસની કહેણી અને કથનીમાં અલગ ફેર હોવાથી યુવાઓેએ કોઈના કહેણ આવ્યા વિના સરકારને સહકાર આપવો જોઈએ.

રાજસ્થાનમાં પેપર રદ્દ થવાના મુદ્દે ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ આપી પ્રતિક્રિયા

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી જાહેર પરીક્ષાઓના પેપર લિક થવાના અહેવાલો સામે આવી રહ્યાં છે. જેના પગલે યુવાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે કોંગ્રેસ પણ પોતાનો બળતામાં રોટલો શેકવા માટે પેપર રદ્દ મદ્દે ભાજપનો વિરોધ કરવા મેદાનમાં ઉતરી છે. જે અંગે ગૃહપ્રધાને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. સાથે જ યુવાઓને ગેરમાર્ગે ન દોરવા જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details