ગાંધીનગર: કલોલ તાલુકામાં પાંચ વિસ્તારમાં 11 થી વધુ કોલરાના પોઝિટિવ કે સામે આવ્યા હતા. ગાંધીનગર જિલ્લા કલેકટર દ્વારા કલોલના પાંચ જેટલા વિસ્તારને એક માસ માટે કોલેરા ટ્રસ્ટ જાહેર કરવામાં આવ્યા છે અને આસપાસના તમામ નાગરિકોનો પરીક્ષણ પણ કરવામાં આવ્યું છે. સમગ્ર મામલે કેન્દ્રીય અને સહકાર પ્રધાન તથા ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત સાહેબ રાજ્યના આરોગ્યપ્રદાન ઋષિકેશ પટેલ સાથે ચર્ચા કરી હતી અને તાત્કાલિક રોગ નિયંત્રણ માટેની સૂચનાઓ પણ આપી હતી.
કોલેરાને શરૂઆતમાં નાથવાની સૂચના:ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર પ્રધાન અમિત શાહે ઉદભવેલા કોલેરાના રોગચાળાને શરૂઆતમાં જ નાથવા ત્વરિત પગલાંઓ લેવા તાકીદ કરી હતી. છેલ્લા કેટલાક દિવસથી કલોલ ખાતે પાણીજન્ય રોગ કોલેરાના કેસો સામે આવ્યા છે. આ બાબતે શાહે પરિસ્થિતિનો તાગ મેળવી રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ સાથે વાતચીત કરી હતી. આ ઉપરાંત જિલ્લા કલેકટર સહિત સમગ્ર તંત્રને આ રોગચાળાને ત્વરિત નિયંત્રણમાં લેવા સૂચના આપી હતી.
કોલેરાગ્રસ્ત વિસ્તારો: ગાંધીનગર જિલ્લા કલેકટર હિતેશ કોયાએ ડી.એકેડેમી એક્ટ 1897 ની કલમ 2 મળેલ સત્તાના રૂવે કલોલના જુમ્મા મસ્જિદ, મટવા કુવા બાંગ્લાદેશી છાપરા અંજુમનવાડી વિસ્તાર પાર્ક શહીદ કલોલ નગરપાલિકાનો 2 km નો વિસ્તારને કોલેરાગ્રસ્ત તરીકે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ વિસ્તાર એક માસ સુધી કોલેરા ગ્રસ્ત જાહેર રહેશે.
કેવી રીતે ફેલાયો કોલેરા?:અત્રેના વિસ્તારમાં દૂષિત પાણી આવતું હોવાની વ્યાપક બૂમરાણ ઉઠી હોવા છતાં કલોલ નગરપાલિકાના સરકારી બાબુઓ હાથ પર હાથ ધરીને બેસી રહ્યા હતા. જેનાં ફલશ્રુતિ હાલમાં ઘરે ઘરે તાવ અને ઝાડા ઉલ્ટીના દર્દીઓનાં ખાટલા થવા લાગ્યા છે. ગઇકાલે અને આજે મળીને આ અસરગ્રસ્ત વિસ્તારમાંથી કોલેરાના 50થી પણ વધુ દર્દીઓ પ્રકાશમાં આવ્યા છે. જેમાં બાળકોની સંખ્યા વધુ છે.
પેથાપુરમાં ઝાડા-ઉલ્ટીના કેસ:હજુ ચોમાસાની સત્તાવાર શરૂઆત થઈ છે પણ વરસાદ હજુ નોંધાયો નથી. ગાંધીનગર જિલ્લામાં રોગચાળો ફાટી નીકળ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. આમ કલોલ નગરપાલિકામાં કોલેરા બાદ ગાંધીનગર શહેરના પેથાપુર વિસ્તારમાં તાવ ઝાડા ઉલટીના 20 જેટલા કેસ નોંધાતા ગાંધીનગર કોર્પોરેશન દ્વારા સર્વેલન્સની કામગીરી શરૂ કરવામાં આવી છે.
- Gandhinagar News : કલોલમાં કોલેરાનો કહેર, 2 કિમી વિસ્તાર કોલેરાગ્રસ્ત કરાયો જાહેર, 2500થી વધુ લોકોનું ટેસ્ટિંગ
- Biparjoy Cyclone affect: બિપોરજોય વાવાઝોડાના અસરગ્રસ્તો માટે સરકારે સહાયની જાહેરાત કરી, જાણો કોને કેટલી રકમ ચૂકવાશે?