ગુજરાત

gujarat

ETV Bharat / state

HM Amit shah in Gujarat: અમિત શાહે પોતાના મત વિસ્તારને આપી મોટી ભેટ, માણસામાં 13 કરોડનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું કર્યુ ખાત મુહૂર્ત તો કલોલમાં નેનો DAP યુનિટનું કર્યુ ઉદ્ઘાટન - Amit shah in gujarat

કેન્દ્રીય ગૃહ અને સહકારપ્રધાન અમિત શાહે નવરાત્રી પર્વે પોતાના મત વિસ્તારના એક ગરબા મહોત્સવમાં હાજરી આપી હતી. આ ઉપરાંત દશેરાના દિવસે કલોલ અને માણસમાં લોકાર્પણ અને ખાત મુહૂર્તના કાર્યક્રમોમાં પણ ઉપસ્થિતિ નોંધાવી હતી. અમિત શાહે માણસા ખાતે રૂપિયા 13 કરોડના ખર્ચે તૈયાર થનાર અદ્યતન સ્પોર્ટ્સ સંકુલનું ખાતમુહૂર્ત કર્યુ હતું. જ્યારે કલોલ ખાતે નેનો ડીએપી પ્રવાહીના યુનીટનું ઉદઘાટન કર્યું હતું.

માણસા અને કલોલમાં અમિત શાહ
માણસા અને કલોલમાં અમિત શાહ

By ETV Bharat Gujarati Team

Published : Oct 24, 2023, 7:58 PM IST

Updated : Oct 24, 2023, 8:09 PM IST

ગાંધીનગર:લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ જ બાકી રહ્યાં છે, ત્યારે દિવાળી બાદ લોકસભાની ચૂંટણીની તૈયારીઓ પણ રાજકીય પક્ષો દ્વારા વિઘિવત રીતે શરૂ થઈ જશે. તમામ સાંસદો પોતપોતાના મત વિસ્તારમાં લોકાર્પણ અને ખાત મુહૂર્ત કરી રહ્યા છે, ત્યારે કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ ગઈકાલથી ગુજરાતના પ્રવાસે હતા. તે દરમિયાન નવરાત્રીમાં પોતાના મત વિસ્તારના એક ગરબા મહોત્સવમાં હાજરી આપી હતી. આ ઉપરાંત દશેરાના દિવસે કલોલ અને માણસમાં લોકાર્પણ અને ખાત મુહૂર્ત પણ કર્યા હતા.

અમદાવાદના ગરબા મહોત્સવમાં અમિત શાહ

માણસામાં બનશે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ:વિજયા દશમીના દિવસે કેન્દ્રીય ગૃહ અને સહકારપ્રધાન અમિત શાહના હસ્તે માણસા ખાતે રૂપિયા 13 કરોડના ખર્ચે તૈયાર થનાર અદ્યતન સ્પોર્ટ્સ સંકુલનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ સ્પોર્ટ્સ સંકુલ રૂ. 13 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પોતાના માદરે વતન માણસા ખાતે નગરજનોને વિજયા દશમીની હાર્દિક શુભકામનાઓ પાઠવી તેમનું અભિનંદન પણ ઝીલ્યું હતું. માણસા ખાતે સર્વોદય હાયર એજ્યુકેશન સોસાયટી, માણસાના સહયોગથી અને રાજ્યના રમતગમત વિભાગ દ્વારા અર્બન સ્પોર્ટસ ઇન્ફ્રાસ્ટ્રકચર યોજના હેઠળ સ્પોર્ટસની પ્રવૃત્તિઓને વેગવાન બનાવવા માટે રૂ. ૧૩૦૫ લાખના ખર્ચે આ અદ્યતન રમતગતમ સંકુલનું નિર્માણ કરવામાં આવનાર છે. આ સંકુલમાં રમતગમતને લગતા ઇન્ડોર મલ્ટીપર્પઝ હોલ ઉપરાંત 400 મી. એથ્લેટિક ટ્રેક સાથે ગ્રાસી ફૂટબોલ ગ્રાઉન્ડ, બે ટેનિસ કોર્ટ, બે વોલીબોલ કોર્ટ, બે બાસ્કેટ બોલ કોર્ટ, બે કબડ્ડી ગ્રાઉન્ડ સાથે ખો-ખો ગ્રાઉન્ડ જેવી સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ સ્પોર્ટ્સ સંકુલનો સર્વોદય હાયર એજ્યુકેશન સોસાયટી કેમ્પસમાં અભ્યાસ કરતા વિઘાર્થીઓ અને આસપાસ યુવાનો પોતાની રૂચિ મુજબની રમતમાં સરળતાથી ભાગ લઇ શકશે. આ સંકુલમાં ઇન્ડોર રમતો ઉપરાંત અન્ય રમતોના મેદાન બનાવવા માટે કુલ- ૧૫,૨૨૬ ચો.મીટર જગ્યા છે. ઇન્ડોર મલ્ટીપર્પઝ હોલનો કુલ બિલ્ટઅપ વિસ્તાર 2900 ચો.મીટર છે. તેની સાથે આ સંકુલમાં ઇન્ડોર મલ્ટીપર્પઝ હોલમાં વિવિધ સુવિઘાઓ જેવી કે, 4 બેડમિન્ટન કોર્ટ, 8 ટેબલ ટેનિસ કોર્ટ, બાસ્કેટ બોલ તથા વોલીબોલનાં કોર્ટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવનાર છે. માણસા ખાતે અમિત શાહે શ્રમિક પરિવારો સાથે ભોજન પણ લીધું હતું.

પોતાના મતવિસ્તારને અમિત શાહની ભેટ

કલોલમાં નેનો DAP યુનિટનું કર્યુ ઉદ્ઘાટન: અમિત શાહે પોતાના લોકસભા મતવિસ્તારમાં કલોલ ખાતે નેનો ડીએપી પ્રવાહીના યુનીટનું ઉદઘાટન કર્યું હતું, જ્યારે નેનો યુરિયા અને ડીએપી વિશ્વ ફલક પર લઈ જવામાં આવ્યું છે, અને ભારત જેવી આબોહવા દુનિયાના કોઈ દેશમાં નથી અને જમીન ઓછી થતી જાય છે અને ઓછી ફળદ્રુપતા રહે છે, ત્યારે નેનો યુરિયા અને નેનો ડીએપી સફળતા કૃષિ ક્ષેત્રમાં અપાવશે તેવું પણ અમિત શાહે નિવેદન આપ્યું હતું. જ્યારે સમયની જરૂરિયાત કે ઉત્પાદનને જાળવી રાખવામાં આ નેનો ડીએપી ખૂબ ઉપયોગી રહેશે સાથે જ સંપૂર્ણ ભારત મેકિંગ પ્લાન્ટ નાખવાનું કામ ઇફ્કો એ કર્યું છે, અને દેશની ૬૦ ટકા જમીન અને 60 ટકા લોકો ખેતી આધારિત છે. ઉપરાંત યુનિટ બાબતે અમિત શાહે જણાવ્યું હતું કે, આ યુનિટમાં 300 કરોડ રૂપિયાના રોકાણ સાથે યુનિટમાંથી છ કરોડ બોટલનું ઉત્પાદન કરવામાં આવશે. જ્યારે કલોલમાં હજુ પણ ત્રણ આવા પ્લાન્ટ બની રહ્યા છે જેમાં નેનો ડીએપીની આઠ કરોડ બોટલ બની રહી છે અને નેનો યુરીયાની 12 કરોડ બોટલનું ઉત્પાદનમાં થઈ રહ્યું છે. આ પ્રસંગે કોંગ્રેસની ટીકા કરતા અમિત શાહે જણાવ્યું હતુ કે, ભૂતકાળની સરકાર દ્વારા ખેડૂતોની વર્ષોથી અવગણના કરવામાં આવી.

નવરાત્રીમાં હાજરી આપી: કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ પોતાના લોકસભા મતવિસ્તારમાં નવરાત્રિમાં પણ હાજરી આપી હતી, અમિત શાહે અમદાવાદના બોડકદેવ અને માંડવી રાસલીલા ખાતે આયોજિત ગરબાના કાર્યક્રમમાં હાજરી આપી હતી. જેના વિશે તેમણે સોશિયલ મીડિયા ઉપર લખ્યું હતું કે, નવરાત્રિ દરમિયાન ગુજરાતમાં હોવું અને ખાસ કરીને ગરબા પંડાલમાં આવવું એની પણ એક અલગ જ અનુભૂતી હોય છે.

Gandhinagar News: ઈન્ડિયન ફાર્મા સેકટરમાં ઈનોવેશન અને રિસર્ચ માટે સરકાર કુલ 35,000 કરોડનું રોકાણ કરશેઃ મનસુખ માંડવિયા

Amit Shah Visit Gujarat: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે BSFના મૂરીંગ પ્લેસનું ભૂમિપૂજન કર્યું

Last Updated : Oct 24, 2023, 8:09 PM IST

ABOUT THE AUTHOR

...view details