ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત પહેલાં ગૃહવિભાગે યોજી બેઠક, તમામ મુદ્દે કરાઈ ચર્ચા - ગુજરાત
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ગુજરાતની મુલાકાતે આવે તેવી શક્યતાઓ દર્શાવાઈ રહી છે ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષામાં કોઇ ખામી ન રહી જાય તેને અનુલક્ષીને આજે ગૃહવિભાગ દ્વારા એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને આઇપીએસ અધિકારીઓ હાજર રહ્યાં હતાં..
![ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત પહેલાં ગૃહવિભાગે યોજી બેઠક, તમામ મુદ્દે કરાઈ ચર્ચા ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત પહેલાં ગૃહવિભાગે યોજી બેઠક, તમામ મુદ્દે કરાઈ ચર્ચા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5952133-thumbnail-3x2-trumppolice-7204846.jpg)
ગાંધીનગર : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ગુજરાત મુલાકાતની શક્યતા વચ્ચે ગૃહવિભાગે આજે એક મહત્વની બેઠક યોજી હતી ધર્મની મુલાકાત દરમિયાન ટ્રાફિક વ્યવસ્થાની કોઈ અડચણ ના થાય તે બાબતે પણ બેઠકમાં ચર્ચા કરાઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું કે જ્યારે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં અનેક આઇપીએસ અધિકારીઓ હાજર રહ્યા હતા ઉલ્લેખનીય છે કે અમેરિકા દ્વારા હજી સુધી મુલાકાત અંગે સત્તાવાર કોઈ જ માહિતી આપવામાં આવી નથી ત્યારે આજની બેઠકમાં અમદાવાદ એરપોર્ટથી મોટેરા ગાંધીનગર આશ્રમના અંગેની ખાસ ચર્ચા કરવામાં આવી હતી જ્યારે સૂત્રોના જણાવ્યા પ્રમાણે ધર્મને મોદી રિવરફ્રન્ટ પર કોણ જવાના છે ત્યારે તે રસ્તા મુદ્દે પણ બેઠકમાં પ્રાથમિક ચર્ચા કરવામાં આવી હતી.