ગાંધીનગર: હોળીનો તહેવાર અસત્ય ઉપર સત્યનો વિજય તરીકે મનાવવામાં આવે છે. જેની ખુશીમાં બીજા દિવસે ધૂળેટીનો તહેવાર રંગ લગાવીને આનંદ સાથે ઉજવાય છે. સમગ્ર દેશમાં આ તહેવાર અલગ અલગ રીતે મનાવવામાં આવે છે, પરંતુ આ વર્ષે કોરોના વાયરસને લઈને લોકો તહેવાર મનાવવામાં સંકોચ અનુભવી રહ્યાં છે. ત્યારે ગાંધીનગરના શિક્ષિત રહીશોએ કોરોના વાયરસની દહેશત વચ્ચે અનોખો જુગાડ કરીને ધૂળેટીના તહેવારને મન ભરીને મનાવ્યો હતો. ન્યુ ગાંધીનગર સરગાસણ વિસ્તારમાં આવેલી સત્યમેવ રોયલ સોસાયટીના રહીશો દ્વારા ધૂળેટીના તહેવારને અલગ અંદાજમાં મનાવવામાં આવ્યો છે. તેમનો અંદાજ જોઈને સૌ કોઈ કહી શકે કે, શું જુગાડ કર્યો છે.
કોરોના વાયરસ: ગાંધીનગરમાં માસ્ક પહેરી લોકોએ ધૂળેટી ઉજવી, જુઓ વીડિયો - Holi news
રંગોનો તહેવાર ધુળેટી સમગ્ર દેશમાં હર્ષોલ્લાસ સાથે ઉજવવામાંમાં આવી રહ્યો છે. બીજી તરફ કોરોના વાયરસને લઈને દેશ અને દુનિયામાં ભયનો માહોલ છે. લોકો મોટી સંખ્યામાં એકઠા થવા માટે પણ ડર અનુભવી રહ્યાં છે. આજે ધૂળેટીનો તહેવાર સમગ્ર દેશમાં ઉજવાઈ રહ્યો છે. ત્યારે આ વાયરસે ગાંધીનગરમાં ધૂળેટીના તહેવારમાં કેવો રંગ નાખ્યો તે જોવા જેવો છે. ગાંધીનગરમાં લોકોએ માસ્ક પહેચીને ઘૂળેટીની ઉજવણી કરી હતી.
![કોરોના વાયરસ: ગાંધીનગરમાં માસ્ક પહેરી લોકોએ ધૂળેટી ઉજવી, જુઓ વીડિયો gandhinagar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6358172-thumbnail-3x2-dum.jpg)
જુગાડ કરવામાં ગુજરાતીઓનો અવલ નંબર આવે ત્યારે સત્યમેવ રોયલ સોસાયટીના રહીશોએ ધૂળેટીના તહેવારને માસ્ક પહેરીને મનાવ્યું હતું. આ સોસાયટીના રહીશોએ માસ્ક પહેરી હર્ષોલ્લાસ સાથે ધુળેટીના પર્વને બનાવ્યું હતું. ગુજરાતનો સૌથી પ્રિય તહેવાર ગરબાની મોજ પણ સોસાયટીના રહીશોએ લીધી હતી.
નાના-મોટા સૌ કોઈ લોકોએ પ્રાકૃતિક કલર અને કેસુડાના રંગનો ઉપયોગ કરીને ધુળેટીને મનાવ્યું હતું, ત્યારે શિક્ષિત લોકોએ અન્ય લોકોને સંદેશો પણ પાઠવ્યો હતો. સોસાયટીની મહિલાઓએ કહ્યું કે, તહેવારે ગુજરાતની પરંપરા છે અને ગુજરાતીઓ તેને કોઈ પણ ભોગે મનાવતા હોય છે. ભલે કોરોનાનો સમગ્ર દુનિયામાં ડર હોય, પરંતુ તે દહેશત વચ્ચે પણ અમે માસ્ક પહેરીને ધુળેટીનો પર્વ મનાવી રહ્યાં છે, તેનો અમને આનંદ છે.