*શાસ્ત્રોક્ત ઇતિહાસ
શાસ્ત્રોમાં ઉલ્લેખ પ્રમાણે હજારો વર્ષો પહેલા ચંદ્રએ પોતાને મળેલા શ્રાપમાંથી મુક્તિ મેળવવા આ જગ્યાએ મહાદેવની ઉગ્ર તપશ્ચર્યા કરી સોમનાથ મહાદેવને પ્રસન્ન કરી શ્રાપમાંથી આંશિક મુક્તિ મેળવી હતી. ચંદ્રનું બીજું નામ સોમ અને સોમના નાથ એટલે સોમનાથ. ચંદ્રએ બ્રહ્માજીની હાજરીમાં અહીં મહાદેવની સ્થાપના કરી હતી. ઇતિહાસમાં ઉલ્લેખ છે તે મુજબ આ મંદિર સુવર્ણ અને રત્નોથી જડિત હતું. વિધર્મીઓ દ્વારા લૂંટના ઈરાદાથી વારંવાર આક્રમણ કરી સોમનાથ મંદિ ને લૂંટી અને ખંડિત કરવામાં આવ્યું હતું.
ડિસ્કવર ઇન્ડિયા: જાણો કરોડો લોકોની આસ્થાના પ્રતિક સમાન પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ વિશે... - સોમનાથ જ્યોર્તિર્લિંગ
હિન્દૂ ધર્મની આસ્થાના પ્રતીક સમા બાર જ્યોતિર્લિંગમાંના પ્રથમ સોમનાથ મંદિરને 16 વખત લૂંટાયું હોવાનું માનવામાં આવે છે, પણ સોમનાથ દર વખતે વધુને વધુ ભવ્ય બનીને લોકો પર આશિષ વરસાવે છે. ત્યારે અત્યારના સોમનાથ મંદિરની વાત કરવામાં આવે તો સોમનાથ મંદિર મહા પ્રસાદ અને મેરુ પ્રસાદ એવી બે શૈલીને જોડીને મહંમેરુ પ્રસાદ નામની નવીન શૈલીમાં બનાવવામાં આવેલું છે. જેમાં કુલ 3 મંડપ આવેલા છે ગર્ભગૃહ, નૃત્યમંડપ અને સભામંડપ તો સાથે જ 3 માળના આ મંદિરમાં 251 થી વધુ સ્તંભો આવેલા છે. મંદિરના શિખરના કળશનો વજન આશરે 10 ટન જેટલો છે અને મંદિરની કુલ ઊંચાઈ 211ફૂટ અને 4 ઈંચ જેટલી થાઈ છે, ત્યારે સોમનાથનો ઇતિહાસ પણ આ આંકડાઓની જેમ ઉપર અને નીચે થતો ખુબ જ રસપ્રદ રહ્યો છે. તો ચાલો ઇટીવી ભારતના માધ્યમથી આપને સોમનાથના વિવિધ પાસાઓથી રૂબરૂ કરાવીએ...
સોમનાથનો ઇતિહાસ
સોમનાથ મહાદેવના દર્શને આવેલા દેશ વિદેશના શ્રધ્ધાળુઓને સોમનાથ મહાદેવના દર્શન કરવાનો લાભ મળે છે. તો સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મહાદેવના ભકતો અલૌકિક શાંતિની અનુભૂતિ કરે છે. તેમજ સોમનાથ મંદિરને હિન્દૂ ધર્મની આસ્થા અને એકતાનું પ્રતીક ગણાવે છે, ત્યારે જીવનમાં એકવાર સોમનાથની મુલાકાત ચોક્કસથી લેવી જ રહી...