ગુજરાત

gujarat

ETV Bharat / state

વિદેશપ્રધાન જયશંકર અને જુગલજી ઠાકોર સામેની કોંગ્રેસની 3 અરજી હાઈકોર્ટે માન્ય રાખી - foreign minister jaishankar

ગાંધીનગરઃ ગુજરાતમાંથી ભાજપના રાજ્યસભા સાંસદ તરીકે ચૂંટાયેલા વિદેશપ્રધાન એસ.જયશંકર અને જુગલજી ઠાકોરની જીતને પડકારતી કુલ સાત પિટિશન પૈકી 3 પિટિશન શુક્રવારે જસ્ટીસ બેલા ત્રિવેદીએ માન્ય રાખી છે, જ્યારે અન્ય 4 પિટિશન ફગાવી છે. હાઇકોર્ટે માન્ય રાખેલી ત્રણ પિટિશન મુદ્દે આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. મળતી માહિતી મુજબ કોર્ટે વિદેશપ્રધાન એસ જયશંકર અને જુગલજી ઠાકોર સામે સમન્સ પણ જારી કર્યું છે.

વિદેશ પ્રધાન જયશંકર અને જુગલજી ઠાકોર સામેની કોંગ્રેસની 3 અરજી હાઈકોર્ટે માન્ય રાખી

By

Published : Sep 13, 2019, 9:59 PM IST

Updated : Sep 13, 2019, 11:01 PM IST

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના અરજદાર ગૌરવ પંડ્યા, પરેશ ધાનાણી અને ચંદ્રિકા ચુડાસમા દ્વારા દાખલ 3 અરજીના આધારે જયશંકર અને જુગલજી ઠાકોર સામે સુનાવણી ચાલશે. આ ચૂંટણીનું મતદાન અલગ યોજાયું હોવાથી કાયદાકીય ગુંચવણો ટાળવા કોંગ્રેસે પરેશ ધાનાણી અને પરાજીત ઉમેદવારો ગૌરવ પંડ્યા અને ચંદ્રિકાબેન ચુડાસમા મારફતે કુલ સાત પિટિશનો ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરી હતી.

શુક્રવારે જસ્ટિસ બેલાબેન ત્રિવેદીએ ગૌરવ પંડ્યાના વકીલને પ્રશ્ન કરતાં બંનેની રજૂઆત, માગણીઓ અને કારણો સરખા હોવાનું કારણ પૂછ્યું હતું. આ ઉપરાંત એક પિટિશનમાં માત્ર એસ.જયશંકર પ્રતિવાદી છે અને બીજીમાં જયશંકર અને જુગલજી ઠાકોર પ્રતિવાદી છે. એક જ સરખી બે પિટિશન કઇ રીતે ટકવાપાત્ર છે. ત્રીજી સુનાવણીમાં પણ કોંગ્રેસ દ્વારા બન્ને પિટિશન કઇ રીતે ટકવાપાત્ર છે, તે અંગે રજૂઆત કરવામાં આવી છે.

ગૌરવ પંડયા તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે, તેઓ એસ.જયશંકર સામે ચૂંટણી લડ્યા છે અને હાઇકોર્ટ જો ટ્રાયલના અંતે એસ.જયશંકરની ચૂંટણી રદબાતલ ઠેરવે તો હાઇકોર્ટ, એસ.જયશંકર, ચૂંટણી પંચ કે, અન્ય કોઇ પક્ષકાર એવો વાંધો ઉઠાવી શકે છે કે, જુગલજીની ચૂંટણીને પડાકરવામાં જ આવી નથી. આ ઉપરાંત ચૂંટણી પિટિશન 45 દિવસની સમયમર્યાદમાં કરવાની હોય છે. તેથી ટ્રાયલના અંતે બીજી પિટિશન કરવાની પણ જોગવાઇ રહેતી નથી. 5મી જૂલાઇએ યોજાયેલી રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસના ગૌરવ પંડયાનો ભાજપના એસ.જયશંકર સામે પરાજય થયો હતો અને કોંગ્રેસના ચંદ્રિકાબેન ચુડાસમાનો ભાજપના જુગલજી ઠાકોર સામે પરાજય થયો હતો. ગૌરવ પંડયાએ એક પિટિશનમાં એસ જયશંકર તેમજ બીજી પિટિશનમાં એસ.જયશંકર અને જુગલજી ઠાકોરની જીતને પડકારી છે.

ચંદ્રિકાબેન ચુડાસમાએ આવી જ રીતે એક પિટિશન જુગલજી ઠાકોર અને બીજી પિટિશન જુગલજી ઠાકોર અને એસ. જયશંકર સામે કરી છે. વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી આ ચૂંટણીમાં મતદાર હોવાથી તેમણે એક પિટિશનમાં તેમણે એસ.જયશંકરની જીત પડકારી છે, બીજીમાં જુગલજી ઠાકોરની જીત પડકારી છે અને ત્રીજી પિટિશનમાં બન્ને ઉમેદવારોની જીતને સંયુક્ત રીતે પડકારવામાં આવી છે. આ પિટિશનનો એક જ જજ સમક્ષ મુકવાનો આદેશ કાર્યકારી ચીફ જસ્ટિસે આપતા શુક્રવારે આ સાતેય પિટિશનનો જસ્ટિસ બેલાબહેન ત્રિવેદી સમક્ષ મુકવામાં આવી હતી.

Last Updated : Sep 13, 2019, 11:01 PM IST

ABOUT THE AUTHOR

...view details