ગાંધીનગરઃ આ બાબતે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અંગત સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા અનેક પ્રકારની આંશિક રાહત અને છૂટછાટ આપવામાં આવી છે. તેને ધ્યાનમાં લઈને ગુજરાત રાજ્યમાં કેવી છૂટછાટ આપવી તે બાબતની મુદ્દા પર ઝીણવટપૂર્વક ચર્ચા કરવામાં આવશે. જેમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અધ્યક્ષતામાં હાઈપાવર કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે કમિટીની બેઠકમાં રાજ્યના કેબિનેટ કક્ષાના પ્રધાનો અને ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે..
કેન્દ્રની છૂટછાટ બાદ રાજ્યમાં છૂટ આપવા બાબતે હાઈ કમિટીની બેઠક થશે, રાત્રે નિર્ણય :અશ્વિનીકુમાર
કેન્દ્ર સરકારે ગઈકાલે લોકડાઉન પુરું થાય તે પહેલાં જ ત્રીજું શરુ કરી દીધું છે. આ સાથે જ કેન્દ્ર સરકારે ઝોનવાઇઝ અમુક છૂટછાટ પણ આપી છે. તેને ધ્યાનમાં લઈને રાજ્યમા કેવી છૂટછાટ આપવામાં આવે તે અંગે આજે સાંજે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં હાઈપાવર કમિટીની બેઠકનું આયોજન થશે. જેમાં રાજ્યમાં ત્રીજા લોકડાઉન દરમિયાન એવી છૂટછાટ આપવામાં આવશે તે અંગેનો આખરી નિર્ણય કરવામાં આવશે.
કેન્દ્રની છૂટછાટ બાદ રાજ્યમાં છૂટછાટ બાબતે હાઈ કમિટીની બેઠક થશે, રાત્રે નિર્ણય :અશ્વિનીકુમાર
રાજ્ય સરકારે દરમિયાન ગરીબ પરિવારોને આર્થિક સહાય પણ કરી હતી તેવી જ રીતે મધ્યાહન ભોજનના બાળકોને ભોજન મળતું રહે તે માટેની પણ વ્યવસ્થા કરી હતી અશ્વિનીકુમારે મધ્યાહ્ન ભોજન બાબતે જણાવ્યું હતું કે લૉક ડાઉન દરમિયાન તમામ મધ્યાહ્ન ભોજનના બાળકોને ભોજન આપવામાં આવ્યું છે.