ગાંધીનગર:ગુજરાતમાં મેઘરાજા રવિવારથી રાજ્યના અનેક જિલ્લાઓમાં અનરાધાર વરસાદ વરસાવી રહ્યા છે. જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે અમુક લોકોએ પોતાના મકાન ગુમાવવાનો( Rains kill people in Gujarat)પણ વારો આવ્યો છે. આજે રાજ્યના કેબિનેટ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ આર્થિક સહાય માટેની મહત્વની જાહેરાત કરી હતી. જે અંતર્ગત (Monsoon Gujarat 2022)રાજ્યમાં ભારે વરસાદથી માનવ મૃત્યુની સહાયમાં 4 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે જ્યારે જે લોકોના મકાનો સંપૂર્ણપણે ધોવાઈ ગયા છે તેવા લોકોને પણ રાજ્ય સરકાર સહાય કરશે.
ક્યાં નિયમ હેઠળ ચુકવવામાં આવશે સહાય -સહાય બાબતે રાજ્યના કેબિનેટ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી (Cabinet Minister Rajendra Trivedi)વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના 8 એપ્રિલ 2015 અને ગુજરાત સરકારના 27 એપ્રિલ 2015 ના ઠરાવ મુજબ માનવ મૃત્યુમાં સહાયની રકમમાં રૂપિયા 4,00,000 જ્યારે પશુની સહાયમાં પણ આર્થિક સહાય આપવામાં આવશે જેમાં દુધાળા પશુ જેવા કે ગાય, ભેંસને 30,000 રૂપિયા ઘેટાં અને બકરાને 3000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. જ્યારે બિન દુધાળા પશુમાં બળદ, ઊંટ, ઘોડા જેવા પશુઓમાં 25000 રૂપિયા અને ગાયની વાછરડી, ગધેડા વગેરે બિન દુધાળા પશુઓમાં 16000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે જ્યારે મરઘા જેવા પક્ષી સહાયમાં 50 રૂપિયા પ્રતિ પક્ષી વધુમાં વધુ 5000ની મર્યાદિતમાં આર્થિક સહાય રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે.
આ પણ વાંચોઃRain in Rajkot : ડેમના દરવાજા ખોલતા આસપાસના ગામોને કરાયા એલર્ટ