ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ, રાજ્યના ડેમમાં નવા નીર, 36 તાલુકાને અછત મુક્ત કર્યા - રાજ્યના ડેમમાં નવા નીર

ગાંધીનગર: સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. છેલ્લાં બે દિવસથી વરસાદે પોતાની ધુંવાધાર ઇનિંગ શરૂ કરી છે. ત્યારે ઠેર-ઠેર નવા નીરની આવક પણ થઈ છે. ત્યારે કચ્છ જિલ્લો પણ છેલ્લા બે દિવસથી વરસાદમાં ભીંજાઈ ગયો છે. રાજ્યમાં આવેલા કુલ 204 ડેમોમાં પણ પાણીની સ્થિતિ અને સંગ્રહમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. જ્યારે ગત વર્ષે 51 જેટલા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં સારો વરસાદ થતાં 36 તાલુકાને અછત મુક્ત જાહેર કરવામાં આવ્યા છે.

ફાઇલ ફોટો

By

Published : Aug 1, 2019, 12:46 PM IST

ગુજરાત રાજ્યના 5 ઝોનમાં મેઘરાજાની સવારી પુરજોશમાં આવી છે. તો દક્ષિણ ગુજરાતમાં વરસાદ અંગેની નવાઈ નથી હોતી. પરંતુ જે રીતે બુધવારના રોજ વડોદરામાં વરસાદે પોતાનું રૌદ્ર સ્વરૂપના દર્શન કરાવ્યા છે. તેના કારણએ શહેર તથા આસપાસના વિસ્તારો પણ પાણી-પાણી થઈ ગયા છે. તો રાજ્યમાં પણ એકંદરે સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે કુલ 204 ડેમોમાં પણ પાણીની સ્થિતિમાં નોંધપાત્ર વધારો થયો છે.

હાલમાં ડેમની સ્થિતી

  • મધ્ય ગુજરાતના 17 ડેમોમાં હાલ 35,715.47 MCFT જથ્થો છે, જેની હાલની ટકાવારી 43.08 છે. જે ગતવર્ષની સરખામણીએ 33,788 MCFT કરતાં 1927.14 MCFT વધુ છે.
  • ઉત્તર ગુજરાતના 15 ડેમોમાં હાલ 8381.66 MCFT જથ્થો છે, જેની હાલની ટકાવારી 12.35 છે. જે ગતવર્ષની સરખામણીએ 8,667.01 MCFT કરતાં 285.35 MCFT ઓછો છે.
  • દક્ષિણ ગુજરાતના 13 ડેમોમાં હાલ 89,571.47 MCFT જથ્થો છે. જેની હાલની ટકાવારી 29.41 છે. જે ગતવર્ષની સરખામણીએ 43,777 MCFT કરતાં 45,793.67 MCFT વધુ છે.
  • સૌરાષ્ટ્રના 139 ડેમોમાં હાલ 13,662.76 MCFT જથ્થો છે. જેની હાલની ટકાવારી 15.20 છે. જે ગતવર્ષની સરખામણીએ 6,886.07 MCFT કરતાં 6736.69 MCFT વધુ છે.
  • કચ્છના 20 ડેમોમાં હાલ 2,264.40 MCFT જથ્થો જેની હાલની ટકાવારી 19.30 છે. જે ગતવર્ષની સરખામણીએ 1,290.06 MCFT કરતાં 974.34 MCFT વધુ છે.

આમ એકંદરે જોઈએ તો ડેમની સ્થિતીમાં ગતવર્ષની સરખામણીએ પાણીનું પ્રમાણ સરેરાશ વધારે જોવા મળ્યું છે. પરંતુ સરેરાશ વરસાદની જરૂરિયાતની સામે ઉત્તર ગુજરાતના ડેમોમાં પાણીનો ઓછો જથ્થો જોવા મળ્યો છે. રાજ્યમાં 100થી વધુ પાણી સંગ્રહાયો હોય તેવા 2 ડેમ છે. તો 70થી 100 ટકા પાણી ભરાયાં હોય તેવા 7 ડેમ છે. બીજી તરફ 50થી 70 ટકા પાણી ભરાયાં હોય તેવા 12 તો 25થી 50 ટકા પાણી ભરાયાં હોય તેવા 38 ડેમ છે. જ્યારે 25 ટકાથી ઓછું પાણી સંગ્રહ થયું હોય તેવા ડેમની સંખ્યા 145 છે.

તો જળાશય સંગ્રહ (ટકામાં) આવક (MCFT)

  • સરદાર સરોવર 56.30 19494
  • ઉકાઈ 26.08 1,09,385
  • દમણગંગા 46.19 50218
  • કરજણ 50.89 16690
  • ધરોઈ 13.47 11390
  • વિઅર (વંથલી) 39.11 7941
  • મેશ્વો 40.69 7010
  • વિઅર 3.69 6739.22
  • ઓઝત 2 69.03 4988
  • કડાણા 44.13 1500
  • ગુહાઈ 10.2 1500
  • વણાકબોરી 79.44 1500
  • માઝુમ 34.24 1350
  • મોટા ગુજરીયા 44.28 1215
  • ખેડવા 13.86 1000

આમ, સરેરાશ જોવા જઈએ તો મોડે-મોડે પણ રાજ્યમાં વરસાદની હેલી આવતાં ખેડૂતોમાં આશા અને અપેક્ષા જાગી છે. રાજ્ય સરકાર દ્વારા ઉપલબ્ધ આંકડા અનુસાર જોઈએ તો, ચાલુ વર્ષે 68 ટકા જેટલું વાવેતર અત્યાર સુધીમાં રાજ્યમાં કરાયું છે. ત્યારે આગામી 4 દિવસમાં હજુ પણ ભારે અને સાર્વત્રિક વરસાદ વરસશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ત્યારે જગતનો તાત હોય તો આકાશમાંથી પડી રહેલા કાચા સોનાનો સદુપયોગ કરવામાં લાગી ગયો છે.

ABOUT THE AUTHOR

...view details