ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાતમાં તૂટી પડશે ચોમાસું, અંબાલાલની આગાહી - અંબાલાલની આગાહી

ગુજરાતમાં 10 થી 15 જુલાઈ સુધી(Monsoon Gujarat 2022)ભારે વરસાદ થવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદની (Rain In Gujarat)શક્યતા દર્શાવી છે જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે.

અંબાલાલની આગાહીઃ ગુજરાતમાં રમઝટ બોલાવશે ચોમાસું
અંબાલાલની આગાહીઃ ગુજરાતમાં રમઝટ બોલાવશે ચોમાસું

By

Published : Jul 9, 2022, 5:14 PM IST

Updated : Jul 9, 2022, 5:52 PM IST

ગાંધીનગર: સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને અમદાવાદમાં છેલ્લા કેટલાય દિવસથી અનરાધાર (Monsoon Gujarat 2022)વરસાદ પડી રહ્યો છે. ગાંધીનગરના રહેવાસી અને હવામાન શાસ્ત્રી એવા અંબાલાલ પટેલે ગુજરાતના (Rain In Gujarat)અનેક વિસ્તારોમાં સામેલા ધાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જે પ્રમાણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા દર્શાવી છે જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે.

વરસાદની આગાહી

શું કહ્યુ અંબાલાલ પટેલે -હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી (monsoon 2022 in gujarat)કરી છે કે અરબ સાગર અને બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય બની રહી છે. આગામી 10 થી 15 જુલાઈ વચ્ચે રાજ્યમાં ભારે વરસાદ થવાની આગાહી પણ કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઝોનમાં ભારે વરસાદ થશે જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મહેસાણા અને પાટણમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત મધ્ય ગુજરાત એટલે કે અમદાવાદ, ગાંધીનગરમાં પણ મેઘ બારેમાસ ખાંગા થઈ શકે છે ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ પૂર જેવી પરિસ્થિતિ ઉભી થશે.

આ પણ વાંચોઃકચ્છ પાણી પાણી : ડેમોમાં નવા નીરના વધામણા, VIDEO

આ પણ વાંચોઃરાજ્યમાં ભારે વરસાદથી વિવિધ જિલ્લાની નદીઓ થઈ ગાંડીતુર, જુઓ ક્યાં કેટલો વરસાદ

અમદાવાદમાં 11 જુલાઈ સુધીમાં ભારે વરસાદની આગાહી -આઠ જુલાઈના રોજ અમદાવાદમાં સરેરાશ (monsoon 2022 in ahmedabad)પાંચ થી છ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જ્યારે ઉસ્માનપુરા વિસ્તારમાં 9 ઇંચ રખિયાલમાં પાંચ ઇંચ અને ઓઢવમાં છ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.અમદાવાદમાં 11 જુલાઈ સુધીમાં રાજ્યના હવામાન વિભાગ દ્વારા ભારેથી ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે એક જ દિવસના ત્રણ કલાકના વરસાદના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રિ મોનસુનની કામગીરીની પોઝ ખુલી ગઈ છે ત્યારે હવે ત્રણ દિવસ સુધી વરસાદ ભારતી અતિભારે આવશે તો અમદાવાદની કેવી પરિસ્થિતિ થશે તે જોવું રહ્યું.

Last Updated : Jul 9, 2022, 5:52 PM IST

ABOUT THE AUTHOR

...view details