ગુજરાત

gujarat

ETV Bharat / state

'દુધના દાઝેલા છાશ ફૂંકીને પીવે': પહેલા આંદોલનમાં સરકારે વિશ્વાસઘાત કરતા આરોગ્ય કર્મીઓ ફરીથી આંદોલનના માર્ગે - આરોગ્ય કર્મચારી મહાસંઘ ન્યૂઝ

ગાંધીનગર: ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા પોતાના 13 જેટલા પડતર પ્રશ્નો લઈને ગત 21 જાન્યુઆરીથી હડતાળનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું હતું. અલગ અલગ દિવસે અલગ-અલગ કાર્યક્રમ આપવામાં આવ્યા હતા. જે બાદ સરકાર સાથે વાટાઘાટો કર્યા પછી આંદોલન પાછું લઈ લેવામાં આવ્યું હતું, પરંતુ એક વર્ષ બાદ પણ સરકારે તેમની માંગણીઓ નહીં સ્વીકારતા ચોક્કસ મુદ્દતની હડતાળ પાળવા બંડ પોકાર્યો છે.

health
પહેલા આંદોલનમાં સરકારે વિશ્વાસઘાત કરતા આરોગ્ય કર્મીઓની ફરીથી અચોક્કસ મુદતની હડતાળ

By

Published : Dec 17, 2019, 3:55 PM IST

પહેલા આંદોલનમાં સરકારે વિશ્વાસઘાત કરતા આરોગ્ય કર્મીઓની ફરીથી અચોક્કસ મુદતની હડતાળ આરોગ્ય કર્મચારી સંઘના પ્રમુખ કિરીટસિંહ ચાવડાએ કહ્યું કે, હવે તો યુદ્ધ એ જ કલ્યાણની જેમ ગ્રામ્ય વિસ્તારની આરોગ્ય સેવાઓને ખોરવી નાખવામાં આવશે. રાજ્યના 35 હજાર જેટલા ગ્રામ્ય લેવલે કામગીરી કરતા આરોગ્ય કર્મચારીઓ પોતાની કામગીરીથી દૂર રહેશે.

ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા 1 વર્ષ પહેલા પોતાની પડતર માગણીઓને લઇને આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું હતું. કર્મચારીઓનું આંદોલન વેગવંતુ બની રહ્યું હતું. જેને લઈને સરકારે મહાસંઘ સાથે વાટાઘાટો કરવાનું ઉચિત માન્યું હતું, પરંતુ સરકારની મેલી રમતના કારણે આરોગ્ય કર્મચારીઓને ફરીથી એ જ પ્રશ્નોને લઈને આંદોલન કરવું પડ્યું છે.

આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા આપવામાં આવેલી આંદોલનની ચીમકીને લઈને હવે ગ્રામ્ય વિસ્તારના આરોગ્ય લક્ષી સેવાઓ ખોરવાઈ જશે. તે બાબતમાં શંકાને સ્થાન નથી. રાજ્યના 1276 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, 7000 પેટા કેન્દ્રોના 35000 આરોગ્ય કર્મચારીઓ હડતાળમાં જોડાશે. હવે જોવાનું એ રહે છે કે, સરકાર આરોગ્ય વિભાગના કર્મચારીઓની માગણીઓને કેટલી હદે પૂરી કરે છે.

પહેલા આંદોલનમાં સરકારે વિશ્વાસઘાત કરતા આરોગ્ય કર્મીઓની ફરીથી અચોક્કસ મુદતની હડતાળ

ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ કિરીટસિંહ ચાવડા કહ્યું કે, આરોગ્ય કર્મચારી મહાસંઘના 13 પડતર પ્રશ્નોને લઇને ફરીથી આ આંદોલન કરવાની ફરજ પડી છે. અમારી માગણીઓ છે કે, પંચાયત સેવાના આરોગ્ય કર્મચારીઓ અને ટેકનિકલ કર્મચારી ઘણી તે પ્રમાણે ગ્રેડ પે આપવામાં આવે, જ્યારે છઠ્ઠા પગાર પંચ મુજબ 42 ગ્રેડ પે આપવા અમારી માગ છે.

રાજ્ય સેવાની જેમ ત્રિસ્તરીય માળખાનો પંચાયત સેવામાં અમલ કરવામાં આવે, તો બીજી તરફ આરોગ્ય કર્મચારીઓને ઝીરો કીલોમીટર PTA આપવાની માગ કરવામાં આવી છે. તાલુકા અને જિલ્લા કક્ષાએ સુપરવાઈઝરની જગ્યાઓ અપગ્રેડ કરવા, જ્યારે જિલ્લા મેલેરિયા અધિકારી વર્ગ-૨માં મેલેરિયા સુપરવાઇઝર અને લેબ ટેક્નિશિયનને વર્ગ-૨ તરીકે બઢતી આપવી જોઈએ. જિલ્લાઓમાં મંજૂર થયેલું નવું માધ્યમ પૂરું કરવામાં આવે સુપરવાઈઝરની ખાલી જગ્યાઓ બઢતી આપી ભરતી કરવામાં આવે, ગ્રામ્યકક્ષાએ ફીમેલ હેલ્થ વર્કરના પેટા કેન્દ્રો ઉપર જગ્યા મંજૂર કરવામાં આવે, સહિતની બાબતોને લઇને સરકાર સામે આરોગ્ય વિભાગના કર્મચારીઓ આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે.

સરકારની મેલી રમતના કારણે એક પછી એક કર્મચારી મંડળો પોતાની માગણીને લઇને આંદોલન કરી રહ્યા છે. હજૂ તો ગઈકાલે જ મહેસૂલી કર્મચારી મંડળ ને બે મહિનાની મુદ્દત આપવામાં આવી છે. ત્યારે બીજા દિવસે આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદત ઉપર હડતાળ પર ઉતર્યા છે. ત્યારે જો સરકાર આ કર્મચારીઓને માંગણીઓનો સ્વીકાર નહીં કરે તો આગામી સમયમાં ચોક્કસ તેને નુકસાની ભોગવવી પડશે તેમાં કોઈ નવાઈ નથી.

ABOUT THE AUTHOR

...view details