ગાંધીનગર:રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત (National Child Health Program)આજે ગુજરાત સરકારના આરોગ્ય પ્રધાન ઋષિકેષ પટેલે (Health Minister Rishikesh Patel)24 જેટલા આર. બી. એસ. કે વાહનોને ફ્લેગ ઓફ કરીને પ્રસ્થાન કરાવ્યું હતું. મહત્વની વાત કરવામાં આવે તો રાજ્ય સરકાર દ્વારા જન્મથી 18 વર્ષ સુધીના બાળકોનું સમયાંતરે સ્ક્રીનિંગ કરવામાં આવે છે. જેમાં હવે તમામ બાળકોના સમયાંતરે સ્ક્રીનિંગ (Pediatric screening diagnosis )માટે ખાસ વાનનું લોકાર્પણ કર્યું હતું.
18 વર્ષ સુધીના બાળકોનું નિદાન
કાર્યક્રમમાં રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેષ પટેલે (Health Minister Rishikesh Patel)પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજ્યમાં એક દિવસથી લઈને 18 વર્ષ સુધીના બાળકોનું સ્ક્રિનિંગ નિદાન અને સારવાર કરવામાં આવશે આ કામગીરી સ્વસ્થ અને સક્ષમ પેઢીના નિર્માણ માટે મહત્વની બની રહેશે એ જ્યારે આર.બી એસ.કે ની ટીમ શહેરથી લઈને ગ્રામ્યના અંતિમ બાળકને પ્રાઈમરી અને ટર્સરી પ્રકારની (School Health Program )તમામ આરોગ્યલક્ષી સેવાઓ તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ કરાવશે જ્યારે આ વાહનોમાં તમામ જરૂરિયાત બધી દવાઓ અને એક મેડિકલ ટીમ પણ સ્ક્રીનિંગ દરમિયાન ઉપલબ્ધ રહેશે.
992 ટિમ તૈયાર કરાઈ
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં કુલ 992 વાહનો રાજ્યના બાળકોનું કરે ઘરે જઈને સ્ક્રિનિંગ અને તપાસ કરવા માટે તૈયાર કરવામાં આવી છે એક વાહન દરરોજ 70થી 80 જેટલા બાળકોની તપાસ હાથ ધરશે જ્યારે રાજ્યના એક કરોડ 60 લાખ બાળકોને આ સુવિધા અંતર્ગત આવરી લેવામાં આવશે તે જ્યારે જો કોઈ પણ બાળક કોઈ ગંભીર પીડાથી પીડાતો હોય તો તેને સંપૂર્ણ સાજો ન થઈ જાય ત્યાં સુધી સારવાર કરવામાં આવશે.